અજબગજબ

પતિએ 27 વર્ષ સુધી પત્ની પાસે કરાવ્યું આ કામ, અદાલતે 1.27 કરોડ રૂપિયા આપવાનો કર્યો આદેશ, વાંચો સમગ્ર મામલો

આજકાલ મહિલાઓ ઘરનું બધુજ કામ કરતી રહે છે. અમુક મહિલા ઘરનું કામ કરવા ઉપરાંત નોકરી કે ધંધો પણ કરતી હોય છે. પરંતુ પુરુષોના મનમાં તો એમ જ હોય છે કે, મહિલાઓ ને આખો દિવસ ઘરમાં કામ શું હોય? પરંતુ મહિલાઓને સવારથી ઉઠે ત્યારથી રાતે સુવેત્યાં સુધી કામ જ કામ હોય છે. પરંતુ વિદેશમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

Image Source

આર્જેન્ટિનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.અહીં એક પતિ તેની પત્ની પાસે છેલ્લા 27 વર્ષથી એવું કામ કરાવતો હતો કે, અદાલતે તે મહિલાને લગભગ 1.27 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મહિલાની ઉંમર લગભગ 70 વર્ષની થઇ ચુકી છે. મહિલા અને તેના પતિએ ફેંસલો કર્યો હતો કે,પતિ નોકરી કરશે અને પત્ની ઘર સંભાળશે.

Image Source

આ મહિલાનું નામ એમએલ અને પતિનું નામ ડિબી છે. બન્નેના લગ્ન 1981માં થયા હતા. પરંતુ અગમ્ય કારણોસર 2000માં બન્નેએ એકબીજાથી અલગ થવાનો ફેંસલો લીધો હતો. 11 વર્ષના લાંબા સમયગાળા બાદ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

Image Source

છૂટાછેડાના સમયે મહિલાની ઉંમર લગભગ 60 વર્ષ હતી. ઉંમર થઇ જતા આવકનું કોઈ જ સાધન ના હતું। .અને ઉંમરના કારણે તેને કોઈ નોકરી પર રાખવા તૈયાર પણ ના હતું. આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
એમએલ (મહિલા)એ કોર્ટ સામે તેની વ્યથા વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે હું અત્યારે આર્થિક રીતે બહુજ  તૂટેલી છું. ત્યારબાદ જજ વિક્ટોરિયા કામાએ ફેંસલા સંભળાવ્યો હતો. મહિલાના  પતિને તેની ડિગ્રી ધારક પત્નીને 27 વર્ષ સુધી ઘરનું કામ કરવા બદલ 1.27 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

Image Source

જજે તેને ફેંસલો સંભાળવતી વખતે કહ્યું હતું કે,સમાજમાં આજે પણ મહિલાઓ દવારા ઘરમાં કરવામાં આવતા કામની કોઈ જ કિંમત નથી. અને તેના બદલામાં તેને કંઈ આપવામાં પણ નથી આવતું. ત્યારે અદાલતે મહિલાની આર્થિક સ્થિતિ અને ડિગ્રી જોઈને આ રકમ નિશ્ચિત કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks