કચ્છ: આ કારણે ઝેર ગટગટાવીને આ માતાએ જીવન ટૂંકાવ્યુ હતું, માતાએ લખ્યું, ‘તમારી મા જાય છે, તમને હું પ્રેમ..’

હ્રદયદ્રાવક: ‘તમારી મા જાય છે, મને માફ કરજો અને હા દાદાને..’ વાંચો સમગ્ર વિગત

વડોદરામાં સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો હજુ તો તાજો જ છે. ત્યારે કચ્છમાં એક દંપતીએ ઝેર ગટગટાવ્યું હતું. પૈસાની તંગીના કારણે દંપતીએ ઝેરી દવા પીધી હતી. જો કે, ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેની હાલત ગંભીર છે. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના જીજના કુકમા ગામે આર્થિક સંકળામણને કારણે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં જેમાં પત્નિનું મોત થયું હતનું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

બીજી તરફ મરતાં પૂર્વે માતાએ પુત્ર-પુત્રીની માફી માગી દાદા પાસે ચાલ્યા જવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. કરૂણા ઉપજાવનાર આ ઘટનાને પગલે હતભાગીના પરિવારજનો સહિત સગા સબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગુરૂવારે સાંજે કુકમા ગામે રહેતા મીનાબેન હિતેશભાઇ પ્રજાપતિ અને હિતેશભાઇ પ્રજાપતિએ સજોડે ઝેરી દવા પી મોતનો માર્ગ પકડ્યો હતો. 34 વર્ષીય મીનાબેનનુ સારવાર પહેલા જ નિધન થઇ ગયું હતું.

પોલીસ તપાસ દરમિયાન મીનાબેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં પુત્ર મયંક અને પુત્રી નંદનીને ઉદેશીને માતાએ લખ્યુ છે કે, તમારી માતા જાય છે મને માફ કરજો તમારું ધ્યાન રાખજો, બેટી ભાઇનું ધ્યાન રાખજે મમ્મી તમને પ્રેમ કરે છે.

દાદા પાસે ચાલ્યા જજો, તેમજ મહિલાએ તેમના માતા પિતાને પણ સુસાઇડ નોટમાં જણાવ્યું છે. કે, મને માફ કરજો હું જીંદગીથી કંટાળી ગઇ છું. એટલે હું જાઉ છું. મારી મરજીથી જાવા માગું છું આમા કોઇનો દોષ નથી.બસ થાકી ગઇ છું મને માફ કરી દેજો’,

Shah Jina