ખબર મનોરંજન

લાંબા લાંબા વાળ અને બીઅર્ડમાં દેખાયો બોલીવુડનો શાહરુખ ખાન, જુઓ તસ્વીરો

ફલોપ ઉપર ફ્લોપ ફિલ્મો આપીને વર્ષો પછી શાહરૂખે ફરી બોલીવુડમાં ઝંપલાવ્યું, લોકોએ કર્યો ટ્રોલ કે તારી હવે જરૂર નથી…

જે ખબરની સીને પ્રેમીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો છે. હિન્દી ફિલ્મોના બાદશાહ રહી ચૂકેલા શાહરુખ ખાનએ તેની આગામી ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ બુધવારથી શરૂ કરી દીધું છે. ફિલ્મના નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સએ શાહરુખ ખાન સાથે બનનારી આ ફિલ્મ વિષે ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. તો બીજી તરફ શાહરુખ ખાન તરફથી પણ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું. હિન્દી ફિલ્મના 2 દિગ્ગ્જોએ સાથે મળીને ગુપ્ત કામ કરવાનું શરૂ કરી દીધું છે.

Image source

શાહરુખ ખાનના ફેન્સ મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા કે, શાહરુખ ખાન કયારે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરે ? શાહરુખ ખાને તેનું કામ છુપી રીતએ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ આટલી મોટી વાત ક્યાં છુપાઈ શકે ? સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી એક્શન ડ્રામા ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે.

Image source

શરૂઆતનું શેડ્યુઅલ લગભગ બે મહિના લાંબું હશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ અને હેન્ડસમ હંક જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘પઠાન’ માં દીપિકા શાહરૂખ સાથે રોમેન્ટિક જોડી બનાવશે. જ્યારે જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકા ભજવશે. જ્હોન હાલ લખનૌમાં મિલાપ ઝવેરીના નિર્દેશનની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ નું શૂટિંગ કરી રહ્યો છે.

દીપિકા શકુન બત્રા દ્વારા નિર્દેશિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે વ્યસ્ત છે. ‘પઠાન’ નું શરૂઆતનું શેડ્યૂલ મોટે ભાગે એકલો શાહરૂખ જ કરશે. જ્હોન અને દીપિકા બાદમાં આ ફિલ્મનો ભાગ બનશે. શાહરૂખ ઘણા સમય પછી કામ પર પાછો ફર્યો છે.

Image source