ભગવા બિકીની પર રાજભા ગઢવીએ કહ્યું, બધા ગુજરાતીઓ, સંગઢન મિત્રો તૈયાર થઇ જજો, હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે

ભગવા જ હાથમાં આવે છે સીધેસીધા, હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું બોલિવૂડે નક્કી કર્યું છે, શાહરૂખીયા દીપુડીની ફિલ્મને…જુઓ વીડિયો

છેલ્લા અઠવાડિયાથી ફિલ્મ ‘પઠાણ’ની ખુબ જ ચર્ચા થઇ રહી છે અને એક મેટરને લઈને લોકો નેગેટિવ થઇ રહ્યા છે પણ છતાં તે ચર્ચાનો વિષય બનેલી છે. આમ તો ક્યાંકને ક્યાંક મેકર્સ પણ આ વાત ખૂબ જ સારી રીતે જાણે છે. બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની પઠાણ ફિલ્મના VFXને લઈને વિવાદ થયો પછી હવે હવે ફિલ્મનુ ગીત ‘બેશરમ’ને લઈને ફરી વિવાદ સપડાઈ ગયું છે.

આ સોંગની અંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ કેસરી રંગની બિકીની પહેરી હોવાથી વિવાદ થઈ રહ્યો છે. એકવાર ફરી ‘બૉયકૉટ પઠાણ’ (#BoycottPathaan) ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ દરમિયાન આ સોન્ગના વ્યૂઝ પણ સતત વધી રહ્યા છે. લોજીકલ વાત છે કે જ્યારે કોઈ પણ મુવીને લઈને કોઈ વિવાદ થાય છે, તો તેની જનરલ લોકોની રુચિ વધી જાય છે.

આથી લોકો જાણવા ઉત્સુક થઇ જાય છે કે આખરે વિવાદ શા માટે આવો રહ્યો છે? જ્યારે ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ વધી રહ્યો છે, ત્યારે આ ગીતને જોનારાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ કારણે આ ગીતને અત્યાર સુધીમાં 41 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે આ હિટ સોન્ગમાં દીપિકા કેસરી રંગની બિકીમાં દેખાઈ છે અને તેના પર આ વિવાદ શરુ થઈ ગયો છે. ભગવા રંગના અપમાનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ઘણી રાજનૈતિક દળ તેનો વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સોન્ગ પર કૉપીનો આરોપ પણ લાગી ચુક્યો છે.

આ સૉન્ગને લીધે હિંદુ સેનાથી લઇને વિશ્વ હિંદુ પરિષદ એમ અનેક સંગઠનોએ અભિનેત્રી દીપિકા પાદુકોણની બિકી તેમજ ફિલ્મના કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવ્યો છે. આ મેટરમાં હવે પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. આ મેટરમાં ગુજરાતી સાહિત્ય કલાકાર રાજભા ગઢવીનું કહેવું છે કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. પઠાણ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ.

અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.’ રાજભાએ વીડિયો બનાવીને કેપશનમાં લખ્યું છે કે, લાતો કે ભુત બાતો સે નહિ માનતે, માટે એને સમજાવવા સૌ તૈયાર રહેજો. તેમને પણ એક વીડિયો શેર કર્યો છે. રાજભા ગઢવી કહી રહ્યા છે કે, “છેલ્લા ઘણા વર્ષોથી આપણા સનાતન ધર્મને ખરાબ કરવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો હમણાં જે પઠાણ ફિલ્મ આવે છે, શાહરુખનું, જેનું એક ગીત રિલીઝ થયું છે તેમાં દીપિકાએ કંઈક ભગવું પહેર્યું છે.”

રાજભા આગળ કહે છે કે, “તો મારે કહેવું એટલું છે કે પેલું કહેવાય છે કેને પહેલા આપણા ભાણામાંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાતમાં એ ફિલ્મ રિલીઝ ના થવા દેવું જોઈએ આપણે. કારણે કે એમને કોઈ બીજો કામધંધો જ નથી અને ક્યાંકને ક્યાંક આપણી ભાવના સાથે, આપણી પરંપરા સાથે, આપણા સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈકને કંઈક ખરાબ કરવું એવું એમને નક્કી કરી લીધું બૉલીવુડ વાળાએ.”

તે વીડિયોમાં આગળ કહે છે કે, “75 વર્ષ સુધી તેમને આ કર્યું છે અને હજુ ચાલુ રાખે છે, તો ગુજરાતીઓ બધા જ તૈયાર થઇ જજો, જેમાં મારા કરણી સેનાના ભાઈઓ, મહાકાલ સેનાએ હોય, શિવસેના હોય, બજરંગ દળ હોય એટલે જેટલા આપણા બીજા બધા જ સંગઠનો હોય આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય, મિત્રો સાધુ સંતો એ બધા જ જોડાઈ જતો.”

ગઈકાલે અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું, “હોલિવૂડ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હંમેશા એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય, આપણા હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. SRK ની પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે, જે ખૂબ જ દુઃખદ છે.

YC