અમેરિકા ગયેલા 4 પટેલોને દબોચી લીધા, IELTSમાં 8 બેન્ડ લઈને અમેરિકા કાયા પણ કાંડ ખુલી ગયો

ગુજરાત અને ભારતમાંથી ઘણા લોકોને વિદેશ જવાની ઇચ્છા હોય છે. ઘણા વિદ્યાર્થી ભણવા માટે વિદેશ જતા હોય છે, તો ઘણા નોકરી કરવા અને સારા પૈસા કમાવવા માટે વિદેશ જતા હોય છે. ઘણા લોકોની વિદેશ જવાની લાલસા એટલી વધી ગઇ છે કે તેઓ વિદેશ જવા માટે ગમે તે કરવા તૈયાર રહેતા હોય છે. હાલમાં મહેસાણામાંથી એક કૌભાંડ સામે આવ્યુ છે,જેમાં IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અંગ્રેજી ન આવડતુ હોવા છત્તાં પણ કેનેડાથી અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે.

Image source

કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા. અંગ્રેજી ન આવડતુ હોવા છત્તાં આ યુવકો IELTSમાં કેવી રીતે બેન્ડ લાવ્યા? હાલ તો આ મોટો સવાલ ઊભો થઇ રહ્યો છે.મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા અને ગત 28 એપ્રિલના રોજ તેઓ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા,

Image source

ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોવાને કારણે યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. જો કે, તેમને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેયમાંથી એકે અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહિ. જે બાદ શંકા જતાં અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. જે વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા તેમાં પટેલ ધ્રુવ રસિકભાઈ, પટેલ નીલ અલ્પેશકુમાર, પટેલ સાવન રાજેન્દ્રકુમાર અને પટેલ ઉર્વીશ શૈલેષભાઈ સામેલ છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, એસઓજીની ટીમે ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનોનાં નિવેદન લીધા ત્યારે તેમણે અમને ખબર નથી એવું જ રટણ કર્યું હતુ.જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓ 10,000 કેનેડિયન ડોલર કોર્ટમાં ભરી છૂટી ગયા હતા અને આ દંડની રકમ ચાર વિદ્યાર્થી પૈકી અમેરિકા રહેતા સાવન પટેલના પિતા રાજેન્દ્રકુમારે ભરી હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. તપાસમાં એ સામે આવ્યુ છે કે, આ ચારેય યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું અને અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન કરવામાં આવ્યું.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં જવા માટે ઘણા એજન્ટો સક્રિય છે અને તેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે પણ છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે તપાસમાં જ સામે આવશે કે આ કેસમાં કયા કયા નામો ખુલે છે. આગામી દિવસોમાં કોઇ મોટા માથાના નામ ખુલે તો કંઇ નવાઇ નહિ હોય.

Shah Jina