WOW: ગુજરાતના આ પટેલ પરિવારના 1 વર્ષથી 88 વર્ષ સુધીના 8 મેમ્બરે કોરોનાને હરાવ્યો

આજના સૌથી મોટા પોઝિટિવ ન્યૂઝ : પટેલ પરિવારના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો- જાણો સમગ્ર વિગત

સમગ્ર દેશમાં કોરોનાના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને તેમાં પણ કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક સાબિત થઇ છે. આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ ગમાવ્યા છે અને ઘણા લોકોનો પરિવાર પણ ઉજળી ગયો છે. ઘણા લોકોએ પરિવારના મોભીને ગુમાવ્યા છે. કોરોનાએ તો ઘણા પરિવારને વેર વિખેર પણ કરી દીધો છે, આ બધા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં એક પરિવારના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો છે. આ પરિવારમાં 1 વર્ષની ઉંમરથી લઇને 88 વર્ષના વડીલનો સમાવેશ થાય છે. ગોંડલના કુલદીપભાઇ વ્રજલાલ વીરપરિયાના પરિવારમાં તેમના માતા-પિતા, દાદી, પત્ની અને તેમના બહેન સહિત 8 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તેમના પરિવારમાં 9 લોકો છે અને તેમાંથી 8 સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.

કુલદીપભાઇના જણાવ્યા અનુસાર, તેમની માતાને કોરોનાના કોઇ લક્ષણો ન હતા અને તેમની બહેન તેમજ તેમનો ભાણિયો જે રાજકોટથી આવ્યા હતા તે બધાને તેમજ તેમના પરિવારને કોરોના થયો હતો અને તેમણે આગળ જણાવ્યુ હતુ કે, તેમના માતા-પિતા અને દાદીએ તો કોરોનાની વેક્સિન પણ લીધી હતી, તેમની ઉંમર 88 વર્ષ છે અને તેઓએ બધાએ જ કોરોનાને હરાવ્યો છે.

Shah Jina