જીવનશૈલી મનોરંજન

પટૌડી પૈલેસના એક એક ખૂણામાં ઝળકે છે છે નવાબી લુક, કિંમત 800 કરોડ, જુઓ 10 તસ્વીરો

કરીના કપૂર આ જોઈને જ પટી ગઈ હશે ને? અને ધર્મની દીવાલો તોડીને લગ્ન કર્યા હશે? જુઓ અંદરના PHOTOS

પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાને 16 ઓક્ટોબર 2012 ના રોજ કપૂર ખાનદાનની દીકરી કરીના સાથે લગ્ન કર્યા હતા. એવામાં તાજેતરમાં જ બંન્નેએ પોતાના લગ્નની વર્ષગાંઠ પટૌડી પૈલેસમાં જ ઉજવી હતી.

Image Source

આ પૈલેસ દિલ્લીમાં આવેલો છે અને કરિનાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પણ દિલ્લીના આસપાસના જ વિસ્તારમાં જ કરવાની હતી માટે આ સમયમાં કરીના સૈફ સાથે પૈલેસ માં જ રહે છે. એવામાં આ ખાસ મૌકા પર આજે અમે તમને આ આલીશાન પૈલેસ વિશેની જાણકારી આપશું અને તેના એક એક ખૂણા સાથે રૂબરૂ કરાવશું.

Image Source

મળેલી જાણકારીના આધારે વર્ષ 1900 ના સમય દરમિયાન આ આલીશાન પૈલેસનું નિર્માણ સૈફના દાદા ઇફ્તિખાર અલી ખાનએ કરાવ્યું હતું, અને તેની ડિઝાઇન રૉબર્ટ ટોર રસેલએ કરી હતી. તે સમયમાં આ પૈલેસ ઈબ્રાહીમ કોઠીનાં નામથી જાણવામાં આવતો હતો.

Image Source

આ પૈલેસ એટલો આલીશાન છે કે તેની સામે મોટી મોટી ફાઈવ સ્ટાર હોટેલ્સ પણ ફિક્કી લાગે છે. પૈલેસમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. વર્ષો પછી પણ આ પૈલેસની સુંદરતા આજે પણ યથાવત છે.

Image Source

આ પૈલેસમાં કુલ 150 ઓરડાઓ છે જેમાં સાત ડ્રોઈંગ રૂમ, સાત બેડરૂમ, સાત બીલીયર્ડ ઓરડાઓ અને મોટો ડાઇનિંગ એરિયા છે.  તૈમૂરના જન્મ દિવસે પણ પૂરો પરિવાર અહીં આવ્યો હતો અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

Image Source

દરેક સુવિધાઓથી ભરપૂર આ આલીશાન પૈલેસની કિંમત 800 કરોડ જણાવવામાં આવી છે. વર્ષ 2014 માં આ પૈલેસને સૈફે ફરીથી ખરીદ્યો હતો અને ખુબ મોટી રકમ ચૂકવવી પડી હતી કેમ કે વર્ષ 2005 થી લઈને 2014 સુધી પૈલેસ નીમરાના હોટેલને રેન્ટ પર આપ્યો હતો.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં સૈફએ કહ્યું હતું કે જો કે આ પૈલેસ તેને વારસામાં મળવો જોઈતો હતો પણ તેને ફ્રીરથી ખરીદવો પડ્યો. અને ફિલ્મો દ્વારા જે પણ કમાણી થઇ હતી તેના દ્વારા પૈલેસને ફરીથી ફરીથી ખરીદ્યો હતો અને પૈતૃક સંપત્તિ ફરીથી પોતાના નામે કરી લીધી.

Image Source

સૈફની માં શર્મિલા ટૈગોર પણ દિલ્લીમાં જ રહે છે માટે તે પણ અમુક દિવસે પૈલેસની મુલાકાત લેતી રહે છે. હાલ સૈફ-કરીના બાંદ્રા સ્થિતિ ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાં રહે છે. જણાવી દઈએ કે સૈફ પોતાની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે પણ આ પૈલેસમાં આવતા હતા અને સમય વિતાવતા હતા.

Image Source

આ પૈલેસમાં બોલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે, ફિલ્મ વીર ઝારાનું ગીત ‘મૈં યહા હું’ નો અમુક ભાગ પણ અહીં જ શૂટ કરવામાં આવ્યો હતો.