પાટણમાં ધમકીથી કંટાળી યુવકે કર્યો આપઘાત, સામે આવ્યો છેલ્લો વીડિયો…કહ્યુ- બકો મને બહું હેરાન…

‘તારા ભાઇને સમજાવી દેજે પાટણ છોડી દે નહીં તો…’:બહેન સાથે આડા સંબંધોની શંકાને લઇ….. કંટાળીને યુવકે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું

Patan Suicide Case : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ કે પછી કેટલીકવાર માનસિક-શારીરિક હેરાનગતિ હોય છે. હાલમાં પાટણમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. શનિવારના રોજ ખાન સરોવરમાં એક યુવકે પડતું મુકી આપઘાત કરી લીધો. યુવકની લાશ રવિવાર મળી હતી.

ધમકીથી કંટાળી પાટણના યુવકે કર્યો આપઘાત
એવી માહિતી સામે આવી છે કે યુવકને બાજુના મહોલ્લામાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હોવાથી અવાર નવાર યુવતીનો ભાઈ યુવકને ધાક ધમકી આપતો હતો અને આ ત્રાસને કારણે જ આખરે કંટાળી યુવકે મોતને વ્હાલું કરી લીધુ. આ મામલે યુવકના આપઘાત બાદ તેના પિતાએ યુવતીનાં ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પિતાએ નોંધાવી વિપુલ સાધુ વિરૂદ્ધ ફરિયાદ
પ્રાપ્ત જાણકારી અનુસાર, પાટણના સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને ટેલિફોન એક્ષ્ચેન્જ રોડ પર દરજીની દુકાન ધરાવતા લવ દરજીએ ખાનસરોવરમાં પડતું મૂકી આફઘાત કરી લીધો. જો કે, તેણે આપઘાત પહેલા એક વીડિયો મોબાઈલમાં બનાવ્યો હતો. જે આધારે તેના પિતાએ યુવતિના ભાઇ વિપુલ સાધુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો
આપઘાત પહેલા યુવકે જે વીડિયો બનાવ્યો હતો તેમાં તે કહી રહ્યો હતો કે તે સરોવર આવ્યો છે અને બહુ જ કંટાળી ગયો છે, તે યુવતિનું નામ લઈ કહે છે કે યુવતીનો ભાઈ બકો બહુ ત્રાસ આપે છે અને બીજું કોઈ દુઃખ તેને નથી. તે આગળ કહે છે કે બકો તેની બહેનને પણ ધમકી આપતો અને કહેતો હતો કે તારા ભાઇને સમજાવી દેજે પાટણ છોડી દે નહીં તો જાનથી મારી નાખીશ.

Shah Jina