પાટણમાં યુવતીને પ્રેમ કરવાની મળી એવી સજા કે જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે, તાલિબાનીઓ કરતા પણ ભૂંડા નીકળ્યા આ ગુજરાતીઓ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અત્યચારોનું પ્રમાણ વધ્યું છે, કેટલીક જગ્યાએ પરણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાના કિસ્સાઓ સામે આવે છે તો ઘણીવાર લૂંટ અને હત્યાના કિસ્સાઓ સામે આવે છે, તો કોઈ સગીરા અને યુવતી સાથે બળાત્કાર જેવી ઘટનાઓ પણ જોવા મળે છે, પરંતુ હાલ પાટણમાંથી જે ઘટના સામે આવી છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે તેવી છે.

પાટણના હારીજના વાદીવસાહતમાં એક યુવતીને પ્રેમ કરવાની એવી સજા મળી કે તે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. અત્યાર સુધી આપણે તાલિબાનીઓની ક્રૂરતા વિશે સાંભળ્યું છે, પરંતુ ગુજરાતમાં આવી ઘટના બની એ ખરેખર અમાનવીય છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

યુવતીએ પ્રેમ કર્યો હતો અને તેની સજા આપવા માટે તેના સમાજના કેટલાક માણસના વેશમાં જન્મ લીધેલા રાક્ષસો આગળ આવ્યા અને તે યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું, એટલું જ નહીં તેનુ મુંડન કરીને માથા પર ગરમ દેવતા મૂકી આખા વસાહતમાં ફેરવાઈ હતી. દી સમાજના બંધારણનું ઉલ્લંઘન કરતા મહિલાને તાલિબાની સજા આપવાની આ ઘટના અમાનવીય છે.

વીડિયો વાયરલ થતા પાટણ પોલીસ વડા અને કલેક્ટર હારીજ દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. પોલીસે કાર્યવાહી કરીને 17 જેટલા આરોપીઓની અટકાયત કરી. આવી ઘટના ન બને તે માટે પોલીસે પણ કડક કાર્યવાહી કરીને આરોપીને કડક સજા થાય તે માટેની કામગીરી શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થવાની સાથે જ લોકોનો પણ ગુસ્સો ફૂટી રહ્યો છે, ઘણા લોકો અને સમાજ દ્વારા આ ઘટનાને વખોડી નાખવામાં આવી છે. મીડિયાએ જયારે આ ઘટનાને લઈને વાદી સમાજના લોકો સાથે વાત કરી ત્યારે તેમને આ એક રિવાજ હોવાનું જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટના બાદ ગુજરાત મહિલા આયોગ પણ હરકતમાં આવ્યું છે. મહિલા આયોગે પાટણ એસપીને સમગ્ર ઘટના અંગે તાત્કાલિક તલસ્પર્શી રિપોર્ટ આપવા સૂચના આપી છે. સાથે જ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોને કડક સજા થાય તે અંગેની કાર્યવાહી કરવાનું પણ સૂચન કર્યું છે.

Niraj Patel