મોટાભાઈના મોતના આઘાતથી સગા નાનાભાઈએ પણ દુનિયા છોડી, પટેલ પરિવારમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો, આભ ફાટી પડ્યું – જુઓ તસવીરો

હાલમાં જ ગુજરાતના પાટણમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં બે ભાઇઓના થોડી જ મિનિટોમાં નિધન થતા પરિવારના માથે આભ તૂટી પડ્યુ. પાટણના રાણકી વાવ રોડ પર આવેલ દ્વારિકા હોમ્સ સોસાયટીમાં જોડે રહેતા અરવિંદભાઇ અને દિનેશભાઇ પાટણ માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાનમાં પણ સાથે જ બેસે છે. ત્યારે આજ રોજ અરવિંદભાઈ પાટણના માર્કેટયાડમાં આવેલ નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા ત્યારે ચેક ભરીને બહાર આવ્યા બાદ તેઓ ખુરસી પર બેઠા હતા.

જો કે, તે બાદ તે ચાલતાં ચાલતાં રોડ પર જતાં હતા, ત્યારે જ તેઓ એકાએક ઢળી પડે છે અને હાર્ટ એટેક આવતા તેમનું સારવાર મળે એ પહેલા જ મોત થઇ જાય છે. અરવિંદભાઇના મોતના સમાચાર મળતાં જ દિનેશભાઇ દુકાનેથી ઘરે આવ્યા અને પરિવારજોને આશ્વાશન અને હિંમત આપી રહ્યા હતા કે હિંમત ન હારતા બધુ સારુ થઇ જશે. ત્યારે જ તેમને અચાનક ગભરાણ થતાં તેઓ ઢળી પડ્યા. જો કે, તેમને તરત હોસ્પિટલ પણ લઇ જવાયા પણ તેમનું હ્રદય બંધ થવાથી સારવાર દરમિયાન મોત થયું.

એક બાજુ અરવિંદભાઇનો મૃતદેહ હોસ્પિટલથી ઘરે આવ્યો અને બીજી બાજુ દિનેશભાઇએ દમ તોડી દીધો હોવાના સમાચાર આવ્યા. ત્યારે બંને દીકરાઓના મોત બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું અને બંને ભાઇઓની અંતિમ ક્રિયા સાથે જ કરવામાં આવી. દિનેશભાઈ લાગણીશીલ હતા અને ભાઇ સાથે તેમનો ગાઢ સંબંધ હતો, જેને કારણે તેઓ ભાઇના વિરહનો આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પણ પ્રાણ છોડી દીધા.

બંને ભાઇઓની અંતિમયાત્રા સાથે નીકળતા પરિવાર સહિત સંબંધીએ અને લોકો પણ હિબકો ચઢ્યા હતા. જણાવી દઇએ કે, મૃતક અરવિંદભાઇને સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે, તેમની દીકરીના લગ્ન દોઢેક વર્ષ પહેલાં જ થયા હતા અને તેમનો દીકરો હાલ અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇને સંતાનમાં એક દીકરો છે.

Shah Jina