નવરાત્રીની શરૂઆત પહેલા જ ઘણા સંગીતકારો અને ગાયકો નવરાત્રીના ગીતો લઈને આવતા હોય છે. ઘણા ગીતો એવા પણ હોય છે જેને હરદમ ગાતા રહેવાનું મન થાય. એવું જ એક ગીત જે સૌને ગમે છે. “છેલાજી રે, મારી હારું પાટણથી પટોળા મોંઘા લાવજો”.
View this post on Instagram
આ ગીતના તાલે ગરબે ઘુમવાનો આનંદ જ રૂડો હતો. હવે આવું જ પાટણના પટોળા ઉપર જ એક સરસ મઝાનું ગીત આવી ગયું છે જેને સાંભળતા જ તમારા પગ થિરકવા લાગી જશે. જેને કૈરવી બુચના અવાજમાં ગાવામાં આવ્યું છે.
View this post on Instagram
કૈરવી બુચનો કોકિલકંઠ આ ગીતને સુંદરતા બક્ષે છે. ગીત સાંભળ્યા બાદ તમારા મોઢામાંથી પણ તેના શબ્દોનું રટણ ચાલુ જ રહેશે, તમે પણ આ ગીત સાંભળીને ગણગણશો… “પાટણથી પટોળા લઇ આવ, કે મોર ચીતરાવ મારા માથે…”
View this post on Instagram
આ ગીતમાં કૈરવી બુચનો મનમોહક અવાજ છે તો આ ગીતને નીરજ મેકવાન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યું છે. આ ગીતને સંગીતબદ્ધ કરવાનું કામ કર્યું છે સિરાજ મેમોને.
View this post on Instagram
તમે પણ જોઈ લો નીચે ક્લિક કરીને આ ગીતને અને તૈયાર કરી લો, તમારા મન ગમતા સ્ટેપ આ ગીતના ગરબાના તાલે ઝૂમવા માટે:
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.