ખબર

ઘરેથી રમવા નીકળ્યો અને વોકળામાં ત્રણ બાળકોના ડૂબી જતાં મોત, પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના ઘણા કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં પાટણના સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં વોકળામાં પાણી પીવા જતા અકસ્માતે પડી ગયેલા ત્રણ બાળકોના કરુણ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હાલ તો ત્રણેય બાળકોના મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ધોરણ આઠમાં ભણતા ત્રણ મિત્રો સ્કૂલેથી છૂટ્યા બાદ બપોરે પોત પોતાના ઘરે સ્કૂલ બેગ મૂકી સીમ વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા હતા અને આ દરમિયાન તેમને પાણીની તરસ લાગતા તેઓ સુજલામ સુફલામ નજીકના વોકળામાં પાણી પીવા જતા પગ લપસતા ત્રણેયના ઊંડા પાણીમાં ગરક થતા મોત થયા હતા. ઘટનાની જાણ ખેતરેથી ઘરે જઈ રહેલા કેટલાક લોકોને થતા તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી અને તે બાગ ગામલોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

તે બાદ સ્થાનિક તરવૈયાઓ અને પાટણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની મદદથી બાળકોને વોકળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં 14 વર્ષિય મોન્ટુ ચમાર, 14 વર્ષિય ભરવાડ સચિન અને 14 વર્ષિય વાલ્મિકીનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે મૃતકોના પરિવાર સહિત ગામમાં ગમગીની સાથે ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઇ છે. મૃતક મોન્ટુ મૂળ ઊંઝાના ઉપેરા ગામનો વતની હતો અને તેના માતા-પિતા ગાંધીધામ ખાતે નોકરી અર્થે રહે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તેઓ બે ભાઈ અને એક બહેન નાની પાસે મોસાળમાં રહીને અભ્યાસ કરતા હતા અને આ બનાવ બનતા મૃતકના મોસાળમાં ભારે આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતા પાટણના ધારાસભ્ય પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ઘટના બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.