પાટણમાં સાત મહિના સુધી નરાધમ હવસખોરોનો શિકાર બની સગીરા, દુષ્કર્મ આચર્યા બાદ ફોટો-વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા

7 મહિના સુધી દહેશતમાં જીવતી રહી સગીરા:પ્રેમીના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું, વીડિયો-ફોટા પાડી અન્ય 4 મિત્ર બ્લેકમેઇલ કરી જબરજસ્તી કરતા, ઈજ્જત બચાવવા સોસાયટીમાં ચોરી કરવા લાગી

Patan Rape Case : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, કેટલીકવાર સગીરાઓ સાથે તો કેટલીકવાર યુવતિઓ કે મહિલાઓ અથવા પરણિતાઓ સાથે દુષ્કર્મની ઘટના બને છે. ત્યારે હાલમાં રાજ્યમાંથી વધુ દૂષ્કર્મની ઘટના સામે આવી છે, જે પાટણની છે. પાટણમાં એક સગીરા સાથે દૂષ્કર્મના આરોપમાં પાંચ છોકરાઓ વિરૂદ્ધ પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. હાલમાં પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બે હજુ પોલીસ પકડથી દુર છે.

પ્રેમ સંબંધની જાણ પરિવારને કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ અને પૈસા પડાવ્યા
પીડિત સગીરા તેની સોસાયટીમાં મોબાઈલની ચોરી કરતાં કેમેરામાં કેદ થઈ જતા આ જાણ પાડોશીઓએ તેના માતા-પિતાને કરતા તેના માતા-પિતાએ તેની પૂછપરછ હાથ ધરી હતી અને પછી સગીરાએ જે જણાવ્યુ તે બાદ તો માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણની એક સગીરા તેના મિત્ર સાથે પ્રેમસંબંધમાં હતી અને આ વાતની જાણ તેનાં પરિવારને કરી દેવાની ધમકી આપી આસીફ ઉર્ફે બોસ નામના છોકરા પર દૂષ્કર્મ આચર્યુ અને જયારે દિલીપ ઉર્ફે અરવિંદ મોરી રાજપૂતે જબરદસ્તી કરી તેની શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી.

આ બંને અને સાજિદખાને ભોગ સગીરાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારે 1 જાન્યુઆરી 2023થી 24 જુલાઇ 2023 સુધી એટલે કે સાત મહિનાના સમયગાળા દરમિયાન સગીરા પાસેથી રૂપિયા 2,30,000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. આ ઉપરાંત સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સગીરાના પ્રેમસંબંધની જાણ પરિવારજનોને કરી દેવાની ધમકી આપી એક શખસે દુષ્કર્મ ગુજાર્યું અને રૂપિયાની માગ કરી એટલે સગીરાએ ઘરમાં રહેલા દાગીના વેચી આ શખસને રૂપિયા આપ્યા.

સગીરાએ પાડોશમાંથી મોબાઇલ ચોરી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો
જો કે, અન્ય 4 શખસોએ પણ સગીરાને તારા ફોટો-વીડિયો અમારી પાસે છે, તું અમને રૂપિયા આપ, નહીંતર સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું એવી ધમકીઓ આપી અને અવાર-નવાર રૂપિયાની માગ કરતા. રૂપિયાની માંગ બાદ સગીરાએ ઘરમાંથી માતાનું મંગલસૂત્ર, રોકડ રકમ અને અન્ય દાગીના ઘરના સભ્યોની જાણ બહાર વેચી નાખી આરોપીને રૂપિયા આપ્યા. જો કે આરોપીઓએ તેમ છતાં બ્લેકમેઇલનો ખેલ ચાલુ રાખ્યો અને સગીરાએ ના કહેવા છતાં તેઓ એકના બે ન થયા.

પછી આખરે તેણે પાડોશમાંથી એક મોબાઈલની ચોરી કરી અને આ સમયે મોબાઈલની ચોરી કરતાં સગીરા સોસાયટીના CCTVમાં કેદ થઈ દઇ, જેથી પાડોશીઓએ સગીરાનાં માતા-પિતાને આ અંગે જાણ કરી અને તે બાદ માતા-પિતાએ તેની પૂછપરછ કરતા સગીરાએ તેની સાથે છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલી સમગ્ર આપવીતી જણાવી અને તેને ચોરી કરવા મજબૂર કરાઈ હોવાનું પણ કહ્યું. આરોપીઓએ યુવતી પાસેથી 2 લાખ 30 હજાર રૂપિયા પડાવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

5 આરોપીઓમાંથી પોલિસે 3ની કરી ધરપકડ, 2 ફરાર
ત્યારે આ મામલેસગીરાના માતા-પિતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલિસે ઇપીકો કલમ 376 (1), 354 (એ) (1), 384, 506 (1), 508, 114 તથા પોક્સો એકટ કલમ 3 (એ) 4,7,8, 17,18 મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આસિફખાન લાલખાન બલોચ, જાહીદખાન જહુરખાન બલોચ અને સાજિદખાન હુસૈનખાન બલોચને ઝડપી લીધા.ઝડપાયેલા આરોપીઓમાં આસિફખાન લાલખાન બલોચ ઉર્ફે બોસ, જાહીદખાન જહુરખાન બલોચ અને સાજિદખાન હુસૈનખાન બલોચ તેમજ ફરાર આરોપીઓમાં પીયૂષ રાજપૂત, અને દિલીપ ઉર્ફે અરવિંદ મોરી રાજપૂતનો સમાવેશ થાય છે.

Shah Jina