કિંજલ દવેના ડાયરામાં અસામાજિક તત્વોએ ખુરશીઓ ઉછાળી ઉછાળીને તોડી નાખી, કારણ જાણીને આંચકો લાગશે

રાધનપુરમાં કિંજલ દવેના ડાયરામાં એક તરફ નોટોનો થતો હતો વરસાદ, તો બીજી તરફ લોકો ખુરશીઓ ઉછાળીને તોડવા લાગ્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના કાર્યક્રમો ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવતા હોય છે, તેના ડાયરા અને કાર્યક્રમોમાં લોકો નોટોનો વરસાદ કરતા હોય છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. કિંજલ દવેના ડાયરામાં અસામાજિક તત્વો દ્વારા ખુરશીઓ તોડવાનો મામલો સામે આવ્યો છે.

કિંજલ દવે થોડા સમય પહેલા જ અમેરિકા પ્રવાસે જઈને પરત આવી છે, આ દરમિયાન તેને ઘણા કાર્યક્રમો પણ ત્યાં કર્યા, ગુજરાતમાં પણ કિંજલ દવેના પ્રોગ્રામોની અંદર ભારે જનમેદની જોવા મળતી હોય છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ” અંતગર્ત એક ડાયરા કાર્યક્રમનું આયોજન રાધનપુરમાં કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવે ઉપસ્થિત રહી હતી.

આ દરમિયાન કેટલાક લોકો બેકાબુ બનતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ખુરશીઓ ઉછાળી ઉછાળીને તોડવા લાગ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ક્રાયક્રમનું આયોજન રાજ્યના પ્રવાસ નિગમ દ્વારા રાધનપુરના અમરજ્યો એજ્યુકેશન કૉલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

આ ડાયરા કાર્યક્રમમાં કિંજલ દવે આવવાની હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, કિંજલ દવેએ ડાયરાનો ધમધમાટ બોલાવતા જ કેટલાક લોકો તેના ઉપર નોટોનો વરસાદ પણ કરવા લાગી ગયા હતા, તો આ દરમિયાન જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડાયરામાં રાખવામાં આવેલી ખુરશીઓ ઉછાળીને તોડી નાખવામાં આવી હતી.

Niraj Patel