પાટણમાં બે બાળકોની માતાએ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી કર્યો આપઘાત ! પ્રેમ સંબંધી બાંધી નરાધમે અધધધ તોલા સોનુ અને ચાંદી પડાવ્યુ

પાટણ : નરાધમે બે બાળકોની માતા સાથે શારીરિક સંબંધ બાંધી પાડી લીધા બિભત્સ ફોટા, પછી બ્લેકમેઇલ કરી પડાવ્યુ અધધધ તોલા સોનુ અને ચાંદી

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી ઘરકંકાસ સહિત અનેક કારણોસર આપઘાતના કિસ્સા સામે આવે છે. ઘણીવાર પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે તો ઘણીવાર કોઇ મહિલાઓ બદનામીના ડરને કારણે આપઘાત કરી લેતી હોય છે. હાલમાં પાટણમાંથી આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં બે બાળકની માતાએ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધુ હતુ.

એક વ્યક્તિએ મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું અને સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લીધા હતા પણ તેને પરત ન આપી તેણે મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી. નરાધમ મહિલાને હેરાન પરેશાન કરતો જેને કારણે મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવરમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.ત્યારે આપઘાતની ઘટના બાદ મૃતકના પતિ દ્વારા આરોપી ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. પાટણમાં શુક્રવારના રોજ બે સંતાનની માતાએ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો,

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જે બાદ આ મામલે મહિલાના પતિ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પાટણના રળિયાત નગરમાં રહેતા આરોપી ઠક્કર મહેશે થોડા સમય પહેલા મૃતક સાથે સો.મીડિયામાં મિત્રતા કેળવી હતી અને મહિલા જિમમાં જતી હોવાથી યુવક ત્યાં આવતો હોય હતો.જેને લઇને યુવકે મહિલા સાથે રૂબરૂ મિત્રતા કેળવી અને તેને વિશ્વાસમાં લઈ પોતાનો બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોવાથી અને તેમાં ઘણા પૈસા રોકાયેલા હોવાથી વધુ પૈસાની જરૂર હોવાનું કહી 5 લાખની માગ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

જેથી મહિલાએ 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદીના ઘરેણા યુવકને આપ્યા. પરંતુ એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ યુવકે પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી અને એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો. જો કે, આ સમયે તેણે બિભત્સ ફોટા પાડી મહિલાને બ્લેકમેલ કરી અને ઘરેણા પરત ના આપી ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી. જેથી યુવકના ત્રાસથી હેરાન પરેશાન મહિલાએ કંટાળી સિદ્ધિ સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો.

Shah Jina