પાટણના હારીજ તાલુકાના રોડા ગામે લગ્ન કરવા જતા વરરાજા સાથે વિચિત્ર ઘટના બની છે. લગ્નના વરઘોાડામાં જાનૈયાઓ નાચવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક જ ઘોડી ભડકી અને વરરાજાને લઇને ભાગી ગઇ.
મળતી વિગત પ્રમાણે, રોડા ગામમાં એક દેવીપૂજક સમાજના યુવકના લગ્ન રોડા ખાતે યોજાઈ રહ્યા હતા. ત્યારે લગ્નના વરઘોડામાં આ ઘટના બની હોવાનું જોવા મળ્યું. ઘોડી વરરાજાને લઈ ભાગી રહી હતી તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ કિસ્સો ચર્ચાસ્પદ અને હાસ્યાસ્પદ બન્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા ઘોડા પર સવાર છે. એક તરફ ડીજે અને બીજી તરફ ઢોલ વાગી રહ્યો છે. વરરાજા પણ ડીજેના તાલે ઝૂમી રહ્યાા છે.આ દરમિયાન એક ખાટલો લાવવામાં આવે છે. વરરાજા સવાર હોય તેવી સ્થિતિમાં જ ઘોડાને ખાટલા પર ચઢાવવામાં આવે છે. ખાટલા પર ઘોડો ડીજેના તાલે ઝૂમતો નજરે પડે છે. જોકે, આ દરમિયાન જ કંઈક એવું થાય છે કે ઘોડો ખાટલા પરથી નીચે ઉતરીને ભાગી જાય છે.
ઘોડીનો માલિક લગામ પકડી કાબુ કરવાનો પ્રયાસ કરવા છતાં વરરાજા સાથે વરઘોડામાંથી ભાગી જાય છે અને જાનૈયાઓ પછી ઘોડી પાછળ દોડે છે. પરંતુ ઘોડી હાથમાં ન આવતા કેટલાક લોકો મોટર સાયકલ ઘોડી પાછળ દોડાવે છે. લગભગ અડધો કી.મી દૂર વરરાજા પટકાયા હતાં. વરરાજા પટકાયા બાદ ચાલતા ચાલતા પરત વરઘોડામાં આવતા જોઈ લોકોમાં ભારે હાસ્યાપદ બન્યા હતા. ઉકેડામાં પટકાતા વરરાજાને સામાન્ય ઈજાઓ પહોચી હતી.
જુઓ વીડિયો