Patan Honeytrap Case : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હની ત્રેપન ઘણા મામલો સામે આવી રહ્યા છે. ઘણા લોકોને સોશિયલ મીડિયા દાવર કેટલીક રૂપ લલનાઓ હનીટ્રેપમાં ફસાવતી હોય છે અને પછી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી પણ લેતી હોય છે, તેમની સાથે આખી ગેંગ કાર્યરત હોય છે અને પીડિત વ્યક્તિ બદનામીના ડરથી આ વાત કોઈને જણાવી પણ નથી શકતો. ત્યારે ઘણીવાર આવા કિસ્સાઓ સામે આવતા જ ચકચારી પણ મચી જતી હોય છે.
બિલ્ડર પાસે 10 લાખની માંગણી :
ત્યારે હાલ એક એવી જ ઘટના પાટણમાંથી પણ સામે આવી છે. જેમાં ચાણસ્મા-હારીજ અને પાટણ ત્રણ રસ્તા પર આવેલી એક હોટલમાં પાટણના એક બિલ્ડર રોકાયા હતા, ત્યાં પત્રકારના સ્વાંગમાં એક યુવતી આવી હતી. તેની સાથે અન્ય બે યુવતીઓ પણ હતી. તેમને બિલ્ડરને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ અંગે બિલ્ડરે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ત્રણેય મહિલાઓને ઝડપી પાડી હતી.
બળાત્કારના કેસમાં ફસાવી દેવાની આપી ધમકી :
પોલીસે ઝડપેલી આ યુવતીઓના નામ વર્ષા, રાધિકા ઉર્ફે મનીષા અને વંદના સામેલ છે. પોલીસે તેમના વિરુદ્ધ IPC 388,389,120 (B), 144 મુજબ ગુન્હો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે. અગાઉ રચેલા ષડયંત્ર મુજબ વર્ષ અને રાધિકાએ રૂપિયા પડાવવા માટે બિલ્ડર સાથે મિત્રતા કરી અને પોતાને જમીન બતાવવાનું કહ્યું. જેના બાદ 3 ઓક્ટોબરના રોજ સુદામા ચોકડી પાસેની એક હોટલમાં વર્ષા અને રાધિકા બિલ્ડર સાથે રોકાઈ અને પછી અરજન્ટ કામ છે એમ કહીને નીકળી જેના બાદ રાધિકાને બિલ્ડર પાસે મોકલી જેને પત્રકાર હોવાનું કહી 10 લાખની માંગણી કરી હતી.
પોલીસે કરી ધરપકડ :
જેના બાદ પોલીસને ફોન કરવાનું કહીને રૂપિયાની માંગણી કરી. બિલ્ડરે સવાર સુધીમાં રૂપિયા આપવાનું કહ્યું. એટલામાં જ હોટલમાં પોલીસ આવી જતા જ આખો પર્દાફાશ થઇ ગયો હતો. રાધિકા નામની જે મહિલા પકડાઈ છે તેનો પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. તેના વિરુદ્ધ લોકોને હનીટ્રેપમાં ફસાવવાના ગુન્હા નોંધાયા છે. આ ત્રણેય મહિલાઓ અમદાવદની રહેવાસી છે અને જે પત્રકાર તરીકેની ઓળખ આપી હતી તે ખોટી હોવાનું સામે આવ્યું છે.