પાટણ : સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાનનો અંતિમ વીડિયો આવ્યો સામે- જુઓ કેવી રીતે તરફડિયા મારતા રહ્યા લોકો…

પાટણ કરૂણાંતિકાનો હચમચાવતો અંતિમ વીડિયો, એક જ પરિવારના 4 સભ્યોના થયા હતા મોત

પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે સર્જાયેલી કરૂણાંતિકામાં એક જ પરિવારના 7 લોકોના ડૂબી જવાનો બનાવ બન્યો હતો અને તેમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારે સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાનો વીડિયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા, 2 પુત્ર અને મામા સહિત એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા અને આ ચારેયની અંતિમયાત્રા એકસાથે નીકળતા માતમ છવાયો હતો.

ત્યારે આ દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે અત્યંત દર્દનાક છે. વીડિયોમાં લોકોની નજર સામે 4 લોકો તરફડીયા મારતા જોવા મળી રહ્યા છે. ગત રોજ ગણેશોત્સવના તહેવારને પગલે પાટણ સરસ્વતી નદીમાં વિસર્જન કરવા ગયેલ એક જ પરિવારના માતા, બે પુત્ર અને મામાનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતુ.

શોધખોળ બાદ મોડી રાત્રે મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ પછી પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા.આ પછી સવારે વેરાઈ ચકલા સ્થિત નિવાસ્થાને એકસાથે ચારેયની નનામી નીકળતા પ્રજાપતિ સમાજ સહિત આખો વિસ્તાર હિબકે ચડ્યો હતો.

Shah Jina