પાટણના SPના વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત, ફૂલોથી શણગારી ગાડી અને દોરડા બાંધીને આપી અનેરી વિદાય, જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ ઘણા બધા આઇપીએસ ઓફિસરની બદલીઓ થઇ છે, જેમાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવનારા અક્ષયરાજ મકવાણા પણ સામલે છે, તેમની બદલી હાલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે કરવામાં આવી છે, ત્યારે પાટણમાંથી તેમની બદલી થતા પાટણ વાસીઓએ તેમને ઉષ્માભેર વિદાય આપી હતી.

અક્ષયરાજ મકવાણાએ 4 ઓક્ટોબર 2019ના રોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકનો ચાર્જ સાંભળ્યો હતો. જેના બાદ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની તેમણે ઘણા ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમને સમગ્ર જિલ્લામાં શાંતિ અને ભાઈચારાની મિસાલ કાયમ કરવામાં ખુબ જ ઉમદા યોગદાન આપ્યું હતું.

પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ કોરોના મહામારી દરમિયાન પણ ખુબ જ ઉમદા કામગીરી કરી હતી, કોરોનાના કપરા  સમયમાં નાગરિકોને તમામ પ્રકારની સુવિદાઓ ઉપલબ્ધ કરાવી લોકોમાં પણ એક આગવી ચાહના તેમને મેળવી હતી. તેમના વિદાય સમારંભ માટે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અનોખી વિદાય પણ આપવામાં આવી.

એસપી સાહેબની વિદાય માટે તેમની ગાડીને ખાસ ફૂલોથી શણગારવામાં આવી હતી, અને પાટણ પોલીસના કર્મચારીઓએ ગાડીને દોરડું બાંધીને તેમના હાથે ખેંચી હતી, આ દૃશ્યો જોઈને એસપી સાહેબની આંખો પણ ભાવભીની બની હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જિલ્લા પોલીસ વડા તરીકે પાટણ જિલ્લામાં પ્રસંસનિય કામગીરી કરનારા અક્ષયરાજ મકવાણાને વિવિધ મોમેન્ટો આપી અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

એસપી અક્ષયરાજ મકવાણાના શુભેચ્છા સન્માન સમારોહ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા સહિતના પોલીસ અધિકારીઓ, પાટણના જાણીતા આગેવાનો, તબીબો,વકિલો, રાજકીય આગેવાનો સહિત શહેરના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by News Gujarat (@newsgujarati1)

આ કાર્યક્રમની અંદર જિલ્લા પોલીસ પરિવાર વતી એસપી અક્ષયરાજ મકવાણા સહીત તેમના ધર્મપત્ની અને માતા-પિતાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. એસપી સાહેબના વિદાય પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને તેમના વિદાય સમયે ભાવવિભોર પણ એની ગયા હતા જે સોશિયલ મીડિયામાં સામે આવેલ તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

Niraj Patel