અમેરિકામાં ફરવા માટે ગયેલા પાટણના શિક્ષકના દીકરા પર સિગ્નલ પાસે જ ફરી વળી એક પછી એક 14 કાર, પપ્પા સાથે વીડિયો કોલ ચાલુ હતો અને મોતને ભેટ્યો
Darshil Thakkar Accident USA : વિદેશની ધરતી પર ગુજરાતીઓના ઘણા બધા મોતના મામલાઓ સામે આવે છે. ક્યાંક કોઈની લૂંટના ઇરાદે કે અન્ય કોઈ કારણના લીધે હત્યા કરી દેવામાં આવે છે તો કોઈને અકસ્માત નડતો હોય છે. ત્યારે હાલ એક તાજો જ મામલો અમેરિકામાંથી સામે આવ્યો છે. જ્યાં ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયેલા પાટણના એક શિક્ષકના દીકરાનું કાર અકસ્માતમાં મોત થયું છે. તેના પર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી અને તેના કારણે તે દૂર સુધી ઢસડાયો હતો. જેના કારણે તે મોતને ભટયો.
ટુરિસ્ટ વિઝા પર ગયો હતો અમેરિકા :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગમે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકતરીકે ફરજ બજાવી રહેલા રમેશભાઈ ઠક્કરનો નાનો દીકરો દર્શિલ ઠક્કર ગત 9 એપ્રિલના રોજ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા માટે ગયો હતો અને 26 સપ્ટેમ્બરના રોજ તે પરત ફરવાનો હતો, પરંતુ એ પહેલા જ તેને એક ગમખ્વાર અકસ્માત નડ્યો અને તે કાળનો કોળિયો બની ગયો.
વીડિયો કોલમાં મમ્મી પપ્પા સાથે કરી રહ્યો હતો વાત :
દર્શિલ ગત 31 જુલાઈના રોજ સાંજના સમયે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વૉકિંગ પર નીકળ્યો હતો અને આ દરમિયાન તે તેના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમ વાત કરી રહ્યો હતો. વાત પુનર કર્યા બાદ તે એક સિગ્નલ પાસે ઉભો હતો અને ત્યારે સિગ્નલ બંધ હોવાના કારણે તેને વિચાર્યું કે તે ઝડપથી રસ્તો ક્રોસ કરીને આગળ નીકળી જાય. પરંતુ અચાનક સિગ્નલ ખુલ્લું ગયું અને પછી એક પછી એક કાર ચિત્તાની ઝડપે જ આવી અને રસ્તો ક્રોસ કરી રહેલા દર્શિલને પોતાની ચપેટમાં લઇ લીધો.
મૃતદેહ પણ વતન નહિ પહોંચે :
દર્શિલ પર એક પછી એક 14 કાર ફરી વળી હતી અને તે થોડે દૂર સુધી પણ ઢસડાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે અમેરિકામાં દીકરાનું મોત થતા પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. તેના મૃતદેહને ભારત લાવવા માટે સરકાર પાસે વિનંતી પણ કરવામાં આવી. પરંતુ અમેરિકાના ડોકટરોએ જણાવ્યું કે તેનો મૃતદેહ ભારત લાવી શકવાની હાલતમાં નથી. જેથી તેના અંતિમ સંસ્કાર પણ અમેરિકામાં જ કરવામાં આવશે.