પાટણથી આવી દુઃખદ ઘટના સામે, નર્મદા કેનાલ ઉપર ભાઈનો પગ લપસતા કેનાલમાં પડ્યો, તો નાની બહેન બચાવવા ગઈ અને એ પણ…

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે હેરાન કરી દે, ઘણા બધા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, તો ઘણા લોકો નદી નહેરમાં પણ ડૂબી જવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, હાલ એવી જ એક દુઃખદ ઘટના પાટણથી સામે આવી છે. જ્યાં નર્મદા કેનાલમાં ભાઈ બહેન ડૂબી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના ચંદ્રુમાણા પાસેથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબી જવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. આ ઘટનાને 15 કલાકનો સમય વીત્યો હોવા છતાં પણ ભાઈ બહેનનો કોઈ પત્તો નથી લાગ્યો. ગઈકાલે સાંજે આ ઘટના બની હતી.

આ બાબતે પ્રાપ્ત વધુ માહિતી અનુસાર કંબોઇથી ચંદ્રુમાણા ગામના સિમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ 23 વર્ષીય ધ્રુવ પટેલ અને તેની 11 વર્ષીય બહેન પ્રાચી મશીનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. જ્યાં એન્જીનના ડીઝલમાં લીકેજ જોવા મળતા છાણ નાખવાની જરૂરિયાત હોય ધ્રુવ ડીઝલ નાખીને ડોલ ધોવા કેનાલમાં ઉતર્યો હતો.

કેનાલમાં પગ મુકતા જ ધ્રુવનો પગ પ્લાસ્યો હતો અને તે કેનાલમાં પડી ગયો હતો, આ દૃશ્ય કેનાલની ઉપર ઉભી રહેલી તેની નાની બહેન પ્રાચી જોઈ રહી હતી, તેને બુમાબુમ પણ કરી પરંતુ કોઈએ ના સાંભળી તેથી તે પોતે જ પોતાના ભાઈને બચાવવા માટે કેનાલમાં કૂદી પડી હતી અને બંને ભાઈ બહેન કેનાલમાં ગરકાવ થઇ ગયા હતા.

આ ખબર ગામલોકોમાં ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો કેનાલ પાસે દોડી આવ્યા હતા અને બંને ભાઈ બહેનની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ 15 કલાક કરતા વધુ સમય વીતવા છતાં પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર ધ્રુવ નવીનભાઈ પટેલ તેમના પરિવારનું એકમાત્ર સંતાન હતું અને પ્રાચી અમૃતભાઈ પટેલ પણ એક પુત્ર અને એક પુત્રીમાંથી એક દીકરી હતી. આ ઘટનાને લઈને પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે.

Niraj Patel