પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, એક જ પરિવારના 4 લોકોના મોત- એકસાથે ઉઠી અર્થી

બુધવારે સાંજે ગણેશવિસર્જન દરમિયાન પાટણમાં એક ગોઝારી ઘટના બની, સરસ્વતી નદીમાં સાત લોકો ડૂબ્યા બાદ ચારના મોત થતા હાહાકાર મચી ગયો. પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાનાં મોત થયાં સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળી હતી.

આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. આ દુર્ઘટનામાં નીતિશભાઈ પ્રજાપતિની પત્ની અને બે બાળકોનાં મોત થયા છે. નીતિશભાઈનો પરિવાર બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો અને ત્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરથી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગ્યા.

જો કે ત્રણને બચાવી લેવાતા શીતલબેન નીતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત તેમજ દક્ષ સહિત મામા નયન વહેતા પાણીમાં ડૂબી ગયા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા. ત્યારે રાત્રે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવ્યા બાદ મૃતદેહો પરિવારને સોંપાયા હતા અને આ પછી સવારે એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી જેમાં પાટણમાં ચારના મોત નીપજ્યા જ્યારે રાજકોટના ધોરાજીમાં ડૂબવાથી એકનું મોત નિપજ્યું.

Shah Jina