પસ્તાવાનાં આંસું – સ્ત્રીને એક વસ્તુની રીતે જોતાં પહેલા એટલું જરૂર વિચારવું જોઈએ કે એ પણ કોઇની પત્ની, દીકરી ને બહેન છે…દરેક દીકરીએ વાંચવા જેવી વાત…!!!

0

” પસ્તાવાનાં આંસું ”
મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટમાં એ મારી બાજુમાં બેઠી હતી એ, નમણી અને કામણગારી બ્રાઉનરંગની આંખો, અને એ આંખોમાંથી ઉભરાઈ જતું કાળું કાજળ, આઈપેન્સિલથી ચિતરાયેલી તલવારની ધાર માફકની આઈબ્રો, મોટું કપાળ, ચહેરો લંબગોળ, ગળામાં નાનું અમસ્તું સોનાનું ડોકિયું, કાળા ડિબાંગ ગળા સુધીનાં વાળ, આખા શરીરે નજર કરી તો સફેદ રંગનું શર્ટ અને બ્લુ જીન્સ માં જાણે કોઈ કંપનીની સેક્રેટરી લાગી રહી હતી. મને પણ છોકરી પ્રત્યે થોડું આકર્ષણ થયું. એક વખત બંન્નેની નજર એક થઈ ગઈ, એણે એક હળવું સ્મિત આપ્યું, ગુલાબી હોઠો વચ્ચે જાણે મોતીનાં દાણાં ગોઠવ્યા હોય એમ દુધની સફેદી પણ ઝાંખી કરી નાંખે એવા દાંત. મેં પણ હળવી સ્માઈલ આપી. મને પહેલેથી સ્ત્રી પ્રત્યે થોડું વધુ આકર્ષણ હોવાથી એની મીઠી સ્માઈલે જાણે કોઈ સિગ્નલ આપી દીધો હોય એવું લાગ્યું હું મનોમન ખુશ હતો. વાત કરવાની અને એને જાણવાંની જીજ્ઞાશા જાગી! પણ, વાત કરવાની શરુઆત કેવી રીતે કરવી એ મુંજવણમાં હતો.
ત્યાં જ સામેથી એમનો અવાજ સંભળાયો.”તમે અમદાવાદ રહો છો??” અવાજ એકદમ કોયલ જેવો મધુર હતો.
“હા, હું અમદાવાદનો છું”


“શું વાત છે, હું પણ અમદાવાદની જ છું, પણ આપણે એકબીજાને કદાચ પહેલીવાર જોઈયે છીએ”

વાત આગળ વધવા લાગી હું ખુશ થઈ ગયો, “ભાવતું હતું ને વૈધે કહ્યું”

“હા, અમદાવાદ નાનું થોડું છે, પણ તમે અમદાવાદી લાગતાં નથી”

“શું તમે પણ, આ પહેરવેશ પર ના જાઓ, આ તો મારા બૉસની ગેરહાજરીમાં મુંબઈ એક મિટિંગ માટે આવી હતી”

“હા, એ તો લાગ્યું જ મને, ચાલો તમને મળીને આનંદ થયો, બાય ધ વે ‘આઈ એમ હિંમાંશું'” મેં નાની એવી ઓળખાણ આપીને કહ્યું.

“આઈ એમ પુજા, પ્રોપર અમદાવાદી” અને અમે બંન્ને ખડખડાટ હસી પડ્યાં.

“મારો કાપડનો બિઝનેસ છે, મારે અવારનવાર મુંબઈ આવવું પડે છે, પણ આજે જરા નસીબે સારો સાથ આપ્યો એવું લાગે છે” અને મેં જરા સબંધ વધારવા માટે હાથ લંબાવી દીધો.

એણે પણ નિઃસંકોચ હાથ મળાવી દીધો અને કહ્યું.”મને પણ આનંદ થયો, હવે, મારે ઉંધવું નહીં પડે નહીંતર હું અમદાવાદ પહોંચે ત્યાં સુધી સુઈ જ જાત” અને એણે હાસ્યની એક ધાર વરસાવી દીધી.
“હું પણ મુળ અમદાવાદનો જ છું, હું અને મારા પપ્પા મળીને આ બિઝનેસ ચલાવીયે છીએ, ધરમાં મમ્મી છે એમ બસ, ત્રણ જણાંનું કુટુંબ છે” મેં થોડો વધું પરિચય આપતાં કહ્યું.
“સરસ, ‘નાનું અને સુખી કુટુંબ’, મારા ધરે હું મારા મમ્મી-પપ્પા અને મારો એક નાનો ભાઈ એમ ચાર જણાં છીએ અને બધાને સ્વતંત્ર નોકરી છે.” એણે પણ થોડો પરિચય આપતાં કહ્યું.

લગભગ ક્લાકો સુધી અમારા બંન્નેની વાતચીત ચાલી, જાણે અજાણ્યાં હતાં પણ વર્ષો જુની ઓળખ હોય એવો અનુભવ થઈ ગયો, બંન્ને એકબીજાને સારો એવો પરિચય આપી દીધો.

અને પ્લેન સીધું અમદાવાદ એરપોર્ટ ઉપર લૅન્ડ થયું, અમેં બંન્ને સાથે જ બહાર નિકળ્યાં.

“તમને કોઈ પીક-અપ કરવાં આવે છે?” મેં સહજતાથી પુછ્યું.

“ના, હું રિક્ષામાં જતી રહીશ”

“અરે, એવું તે કંઈ હોતું હશે! મારો ડ્રાઈવર પાર્કિંગ માં રેડી હશે, જુઓ ધડીયાળમાં રાત્રીનાં બાર વાગી ગયાં છે, હું તમને એકલાં ન જવાં દઉં”

“ઓકે, ઓકે બસ, હું તમારી સાથે જ આવું છું, તમેં મને ધરે ડ્રોપ કરી દો.” એમ કહી અમે બંન્ને મારી ગાડીમાં બેસી ગયાં.”મને ભુખ લાગી છે, તમને સંકોચ ન હોય તો આપણે ડિનર પર જઈ શકીયે?” મેં વિચાર્યા વિનાં જ પહેલી જ મુલાકાતમાં ડિનરની ઑફર કરી દીધી.થોડું વિચાર્યા બાદ એણે કહ્યું.

“ઓકે નો પ્રોબલૅમ, આપણે જઈ શકીયે છીએ ડિનર પર” હું ખુશ થઈ ગયો, અને ડ્રાઈવરને કહ્યું “હૉટેલ અમદાવાદ” લઈ લે.

ગાડી હૉટેલ પહોંચી, બંન્ને એ મનપસંદગીનું ડિનર પતાવી મેં પૂજાને એમના ધરે ડ્રોપ કરી દીધી. અને મારા જવા પહેલાં જ મેં એને મારો કાર્ડ આપ્યો, અને કહ્યું “ફ્રી હોવ તો ફોન કરજો, હું રાહ જોઈશ, અને નહીં કરો તો એક સારું સપનું સમજી ભૂલી જજો.

હળવાં સ્મિત સાથે એણે પોતાનાં ધરનો દરવાજો બંધ કરી દીધો. ધરે પહોંચી હું પણ સુઈ ગયો.બે-ત્રણ દિવસ સુધી રાહ જોઈ, પણ પૂજા ના ફોન ન આવ્યાં, મેં પણ વધું વિચાર કર્યા વિનાં મનમાં જ બોલી ગયો “હશે, હવે, છોકરી હતી, એક ગઈ ને બીજી આવશે, પણ હા એટલું જરુર હતું એની કામણગારી આંખો હજી મારા મનમાં દ્રશ્યમાન હતી.”

બીજા દિવસે હું ઑફિસમાં બેઠો હતો, ખાસ કામ ન હોવાને કારણે લૅપટૉપમાં વિડિયો સોંગ જોતો હતો, અને અચાનક મારા ફોનની રીંગ રણકી, ફોનની ડિસ્પ્લે ઉપર નજર કરી તો

“Unknown Number” અજાણ્યાં કૉલ હું થોડું મોડેથી રિસિવ કરું છું એટલે બે-ત્રણ રિંગ વાગ્યાબાદ કૉલ ઉંચક્યો.

“હૅલ્લો મિસ્ટર. હિમાંશું, હાઉ આર યું???!!!” અજાણ્યાં નંબર ઉપર જાણે કોઈ નજીકનાં વ્યક્તિનો અવાજ હોય એમ લાગ્યું.તરત જ મેં કહી દીધું, “ફાઈન મીસ, પૂજા, ઍન્ડ યું??”

“યા, આઈ એમ ઑલસો ફાઈન, મને એમ હતું કે ન ઓળખશો મારો અવાજ”

“ના, યાર એવું કંઈ હોતું હશે, કેમ નહીં ઓળખું? પૂરા પાંચ ક્લાક આ અવાજને સાંભળ્યો છે”

“શું કરો છો હમણાં ફ્રી હોવ તો…..”

“હા, ફ્રી જ છું ચાલો જઈયે કૉફી પીવા” મેં પૂજાને પૂરું વાક્ય બોલવાં જ ના દીધું અને સામેથી કૉફી પિવા માટે બોલાવી લીધી.

“ઓહ,,, મનની વાત જાણી જાવ છો તમે તો, આઈ એમ ઈમ્પ્રેસ!!, બાય ધ વે યુ આર વેરી ગુડ પર્સન”

એક સ્ત્રીએ કરેલાં વખાણ મારા માટે ખુબ જ આકર્ષક હતાં, મારું મનની આંખો એની સુંદરતાં નિહાળવા લાગી, સાચું કહું તો મને એને પામવાની ઈચ્છા થઈ ગઈ.
“થૅક્યું સો મચ, ઍન્ડ આઈ વીલ કમ, સી યુ સુન”

કહી મેં ગાડી લઈને નિકળ્યો, મનમાં વિચાર્યું આજે તો પ્રપોઝ કરી દઉં.

પૂજાને પીકઅપ કરી મારી ગાડી છેક કૉફી હાઉસ પાસે પહોંચી.

અંદર જઈને મેં બે ડબલ શોટ કૉફી ઓર્ડર કરી.આજે પુજાએ લાલ રંગનું ફ્રોક પહેર્યું હતું, ખુબ જ આકર્ષક લાગી રહી હતી. કૉફી પીતા પીતા મેં એના વખાણ ચાલું કર્યા.
“ખોટું નહીં માનો તો એક વાત કહું”
“હા કહો”
“આજે તમે ખુબ જ આકર્ષક લાગો છો, ખુબ જ સુંદર” “થૅક્યું, અને તમે પણ ખુબ જ સારા છો, આઈ લાઈક યૉર પર્સનાલીટી”
“આઈ થીંક હવે આપણે…….”
“આપણે લોંગ ડ્રાઈવ ઉપર જઈયે તો, મને લોંગ ડ્રાઇવ પસંદ છે” હું ખુશ થઈ ગયો, હાસ્ય મોં ઉપર છલકાઈ ગયું અને મારું ચંચળ પકટી મન અનેક સપનાઓમાં રાચવાં લાગ્યું.

ગાડી ઉપડી એકસો સાઈઠની સ્પીડે શહેરનાં અંતરિયાળ વિસ્તારોમાં જઈ ઉભી રહી. ઉતરતાની સાથે જ મેં આદત મુજબ ખિસ્સામાંથી એક રિંગ કાઢી ફિલ્મીસ્ટાઈલમાં ધુંટણીયે પડી પૂજા ને કહ્યું.
“આઈ લવ યુ ડિયર, હું તમારા પ્રેમને પામવાં માંગું છું, હું તમને મારા જીવનસાથી બનાવવાં માંગું છું” “વાઉ… વોટ અ સરપ્રાઈઝ, મારા જ શબ્દો તમે કહી દીધા, આઈ લવ યુ ટું”

મારા તો જાણે ભાગ્ય જ ખુલી ગયાં, આટલાં ઓછા સમયમાં પણ મારા પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હું મનોમન ખુશ હતો, મનમાં જ વિચારી લીધું કે “ઓહ, ફસ ગઈ ચિડિયા જાલ મેં”

“તમને પ્લેનમાં પહેલી જ વાર મળી ત્યારે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો હતો, તમારા ઉપર અપાર વિશ્વાસ આવી ગયો હતો.
હું પણ તમારા પ્રેમને પામવાં માંગતી હતી, પણ હિંમત ન હતી, તમને કંઈ સંકોચ ન હોય તો આપણાં આજનાં શુભદિનને હું એક યાદગાર દિવસ બનાવવાં માંગું છું, હૉટેલ જઈયે”

હું આતુર હતો કે ક્યારે સમય મળે ને હું આ પ્રસ્તાવ સામે મુકું, અહીં તો સામેથી હૉટેલનો પ્રસ્તાવ મળી ગયો હતો.
“નેકી ઔર પૂછ પૂછ, ચાલો જલ્દી”

એમ કહી અમે બંન્ને ગાડીમાં બેસી ગયાં, મનમાં તો ફક્ત આ કોમળકળીને પામી મારાં તનની તરસ છિપાવી નાંખવાંની ઈચ્છા હતી. આતુરતા પૂર્વક ગાડી ચલાવતાં મનમાં અસંખ્ય વિચારો સાથે હૉટેલ પહોંચી ગયાં.
બંન્ને હૉટેલનાં રુમનં 14 માં ગયાં, અંદર જઈને જોયું તો મારા હોશ ઉડી ગયાં, અંદર મારા મિત્ર અને બે છોકરી હતી. ધણાં આશ્ચર્ય સાથે મેં પુછ્યું “વિવેક તું અહીં, અને આ છોકરીઓ કોણ છે?

ત્યાં જ મારી પાછળથી કોઈ જાણીતો અવાજ આવ્યો.

“તમેં શાંતિથી બેસો, હું તમને કહું છું, શાને આટલી ઉતાવળો કરો છો?મેં પાછળ ફરીને જોયું તો પૂજા બોલી રહી હતી.

“પૂજા હું કંઈ સમજ્યો નહીં શું છે, આ બધું?”

“આ બંન્ને છોકરી ને તું નથી ઓળખતો? આ એ જ છોકરીઓ છે જે તારી હવસનો શિકાર બની હતી, લગ્નની લાલચે તું આવી કેટ કેટલીય છોકરીઓને નિશાન બનાવતો ફરે છે ને, હું પૂજા તારા આ મિત્ર વિવેકની પત્નિ છું ‘પૂજા વિવેક શર્મા’, આ બંન્ને મારી સહેલીઓ છે, અમે બધાં મળીને તારી ભૂલનો અહેસાસ કરાવવો હતો, તને સજા અપાવવા માટે જ આ પ્લાન બનાવ્યો હતો”
“હા, હિમાંશું, આ પૂજા મારી પત્નિ છે, અને આ બંન્ને એની સહેલી, હિમાંશું આ બંન્ને છોકરીઓ પણ કોઈકની દીકરી છે, કોઈકની બહેન છે, તારા પોતાના સ્વાર્થ માટે તે આવી કેટલીય છોકરીનું જીવન બરબાદ કર્યું છે, ખરેખર તું મારા મિત્ર કહેવાને લાયક નથી,”

“આ ધનવાન લોકો પોતાની જાતને બહું ઉચાં સમજે છે, છોકરીઓને પતંગિયું સમજે છે, એની સુંદરતાં નિહાળવાંને બદલે એને મસળવામાં વધારે રસ હોય છે, આવા લોકોને તો પોલીસનાં હવાલે કરી દેવો જોઈયે” પૂજા ખુબ જ ગુસ્સે હતી.

મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ હતી, પોતાના સ્વાર્થ માટે મેં પણ આવી અનેક છોકરીઓનું જીવન બરબાદ કર્યું હતું, હું માફીને લાયક તો હતો નહીં પણ, માફી માંગી મારી ભૂલો સ્વીકારવા માટે મેં બંન્ને હાથ જોડી કહ્યું.
“મને, માફ કરી દો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પોતાની ખુશી માટે હું ધણી છોકરીને લગ્નની લાલચે જાળમાં ફસાવી હતી, પણ એજ જાળમાં આજે હું પોતે ફસાઈ ગયો, પ્લીઝ, એકવખત મને મારી ભૂલ ને માફ કરી દો. મારી આંખ ખોલી નાંખી તમે બધાંએ, હું આજ પછી આવી ભૂલ ક્યારેય ન કરું પ્રોમિસ. મારી આંખોમાં આજે પસ્તાવાનાં આસું હતાં…

“સ્ત્રીનું રૂપ પતંગિયા જેવું છે, એની સુંદરતા નિહાળો, એને મસળી ન નાંખો.”

લેખક : કુંજ જયાબેન પટેલ, બારડોલી
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here