ફલાઇટમાં જયારે આપણે યાત્રા કરતા હોય ત્યારે આપણને ઘણા બધા સૂચનો આપવામાં આવે છે. સાથે સાથે આપણા કારણે બીજા કોઈ મુશ્કેલીમાં ના મુકાય તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે તે વાંચીને કોઈને પણ નવાઈ લાગે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

અમેરિકાની અંદર ચાલુ ફલાઈટનો દરવાજો ખોલી અને અચાનક જ બે લોકો પોતાના કુતરા સાથે બહાર નીકળી ગયા હતા. ડેલ્ટા એરલાઇન્સના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ફલાઇટ ઉડાન ભરવા માટે રન વે તરફ આગળ વધી રહી તે દરમિયાન જ ઇમરજન્સી ગેટ ખોલીને સ્લાઇડર એક્ટિવેટ કરીને બે લોકો પોતાના કુતરા સાથે બહાર નીકળી ગયા. એક અંગ્રેજી સમાચાર પ્રમાણે આ ઘટના સોમવારના રોજ ન્યુયોર્કથી એટલાન્ટા માટે જઈ રહેલી ફલાઇટમાં બની છે. આ ઘટનાને અંજામ આપનારા 31 વર્ષીય એન્ટોનિયો અને 23 વર્ષની બ્રીએના ગ્રેસો એક કુતરા સાથે બહાર આવી ગયા હતા.

અધિકારીઓ દ્વારા બંને યાત્રિકોની ધરપકડ કરવામાં આવી છે.આ બંને યાત્રીઓ ફ્લોરિડાના રહેવાવાળા છે. અચાનક ઇમરજન્સી ગેટ ખોલીને બહાર નીકળતા પહેલા તેમને ઘણીવાર સીટની અદલા બદલી પણ કરી હતી. રિપોર્ટ પ્રમાણે એન્ટોનિયોએ દાવો કર્યો છે કે તે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો સામનો કરી રહ્યો છે.

આ ઘટના બાદ બધા જ યાત્રિકોને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમને બીજી ફલાઇટ દ્વારા મોકલવામાં આવ્યા. જોન્સન નામના યાત્રીએ જણાવ્યું હતું કે તેમને આ કપલ સાથે પોતાની સીટ બદલી હતી. આ દરમિયાન એન્ટોનિયા નામનો યાત્રી ખુબ જ આરામથી વાત કરી રહ્યો હતો અને તેમને કોઈપણ પ્રકારની શંકા ના થઇ.

અધિકારીઓ દ્વારા ઇમરજન્સી ગેટ ખોલવા વાળા એન્ટોનિયા ઉપર અપરાધિક ગતિવિધિઓ અને ખતરો પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. જયારે મહિલા યાત્રી ઉપર અનધિકાર પ્રવેશનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંનેને ત્યારબાદ પોલીસ દ્વારા છુટા કરવામાં આવ્યા પરંતુ હવે તેમના ઉપર કેસ ચાલશે.