કોરોના વાયરસની મહામારીએ દુનિયાભરમાં હડકંપ મચાવ્યો છે, ત્યારે હાલ લંડનમાંથી કોરોના વાયરસનું એક નવું ટ્રેન્સ સામે આવ્યું છે જેના બાદ સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ ફરી વાળ્યો છે. ભારત સરકાર દ્વારા પણ લંડનથી આવતી ફલાઇટને રોકી દેવામાં આવી છે ત્યારે આજે દિલ્હીમાં આવેલી એર ઇન્ડિયાની ફલાઇટમાં 5 પોઝિટિવ લોકો મળી આવતા ચકચાર મચી ગયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

એર ઇન્ડિયાની ફલાઇટ મોડી રાત્રે લંડનથી દિલ્હી પહોંચી હતી. અને ફલાઈટના ક્રૂ સદસ્યો સહીત બધા જ યાત્રિકોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. કુલ 266 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 5 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.

પોઝિટિવ મળી આવેલા યાત્રિકોને કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમના સેમ્પલને આગળ તપાસ માટે NCSCમાં મોકલવામાં આવ્યા છે. લંડનથી કલકત્તા વાળી ફલાઇટ રવિવારે પહોંચી હતી. તે યાત્રીઓના ટેસ્ટિંગ દરમિયાન પણ કુલ 2 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.
Five out of 266 passengers & crew members of a flight which arrived at Delhi airport from London last night have tested positive for COVID-19. Their samples have been sent to NCDC for research & they have been sent to care centre: Nodal officer for COVID-19
— ANI (@ANI) December 22, 2020
બ્રિટનમાંથી કોરોનાનું નવું સ્ટ્રેન મળ્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્ટ્રેન 70 ટકા વધારે ખતરનાક છે. જેને જોતા જ ગઈકાલે ભારતમાં તત્કાલીન બેઠક બોલાવવામાં આવી હતી.

ભારત સહીત દુનિયાના ઘણા બધા દેશો દ્વારા બ્રિટેનની ફલાઇટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં બ્રિટનથી આવનારી તમામ ફ્લાઇટ ઉપર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.