આવું કોઈ દિવસ નહિ જોયું હોય !ફ્લાઇટમાં મુસાફરે સીટને લાતો મારીને તોડી નાખી, જુઓ વીડિયો..

તાજેતરમાં એક પ્લેનમાં મુસાફરનું નિંદનીય કૃત્ય સામે આવ્યું છે.ચાલુ ફ્લાઈટ દરમિયાન એક મુસાફરે એવી હરકત કરી કે જેને જોઇને બાકીના યાત્રીઓ અને ક્રૂ મેમ્બરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કૃત્ય બાદ મુસાફર પર હંમેશા માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જાણો શું છે સમગ્ર મામલો.

આ મામલો યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનો છે, જેમાં એક પેસેન્જર અચાનક સીટ પરથી ઊભો થઈ ગયો અને તેની સીટ તોડીને હોબાળો કરવા લાગ્યો. ત્યારબાદ કોઈક રીતે આ મુસાફરને કાબૂમાં લેવામાં આવ્યો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હૂડી અને સ્વેટપેન્ટ પહેરેલો એક વ્યક્તિ તેની સીટ પર ઊભો છે અને ખુરશીને જોરથી લાત મારી રહ્યો છે.16 નવેમ્બરના રોજ આ ઘટના ઓસ્ટિનથી લોસ એન્જલસ જતી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 502માં બની હતી. આવી હરકત કરવા બદલ તેના પર હંમેશા માટે હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. મુસાફરની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલ અનુસાર, સાન ડિએગોના રહેવાસી જીનો ગાલોફેરો જણાવ્યું કે, તે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાના એક કલાક પહેલા અવાજ સાંભળીને જાગી ગયો. તેણે જોયું કે એક મુસાફર તેની સીટને લાતો મારીને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ લોકોએ ઝિપ ટાઈનો ઉપયોગ કરીને સીટ પર બાંધી તે વ્યક્તિને કાબૂમાં લીધો. વીડિયો બનાવનાર મુસાફર જીનો ગાલોફેરોનું માનવું છે કે તે મુસાફર નશામાં હતો.

 

યુનાઈટેડ એરલાઈને જણાવ્યું કે, પ્લેન લેન્ડ થયા બાદ સ્થાનિક કાયદા અમલીકરણે ફ્લાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને હોબાળો મચાવનાર મુસાફરની પકડી પાડ્યો હતો.તેમજ આ વ્યક્તિ પર ભવિષ્યની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે મુસાફરે આવું શા માટે કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

Twinkle