શનિવારે કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં બાથરૂમમાં જઈને સિગારેટ પીવાના કારણે મધ્યપ્રદેશના 20 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી છે. માહિતી અનુસાર, ધરપકડ કરવામાં આવેલા યુવકનું નામ આસિફ રંગરેઝ છે, જે મધ્યરાદેશના મંદસૌરના ખાનપુરાનો રહેવાસી છે.


કુવૈતથી અમદાવાદ આવતી એર ઇન્ડિગોની ફલાઇટ 6E-1754માં આસિફ રંગરેઝ બીજા 88 પેસેન્જર અને કૃ મેમ્બર્સ હતા. આ ફલાઇટ દરમ્યાન એર હોસ્ટેસને જાણ થઇ કે આ યુવક બાથરૂમની અંદર સિગારેટ પીતો હતો. ત્યારે આ એર હોસ્ટેસે તરત જ બીજા કૃ મેમ્બર્સને આ વિશે જાણ કરી અને જયારે ફ્લેટ અમદાવાદ લેન્ડ કરી ત્યારે આસિફની એક કે તેથી વધુ લોકોના જીવનને ખતરામાં નાખવાનું કાર્ય કરવા માટે આઈપીસીની ધારા 336 અંતર્ગત અને એરક્રાફ્ટ એક્ટ 11 અંતર્ગત ધરપકડ કરવામાં આવી.
આસિફ પાસેથી સિગારેટનું પેકેટ અને લાઇટર મળી આવ્યું હતું. જયારે એર હોસ્ટેસે તેને ફલાઇટમાં ધ્રુમપાન કરવાની મનાઈ કરી ત્યારે તેને તરત જ સિગારેટને ફેંકી દીધી હતી. આ પછી આ અંગે એરપોર્ટ પર કંપનીના સિક્યોરિટી મેનેજરને જાણ કરવામાં આવી હતી. જેથી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

નોંધનીય છે કે ફલાઇટમાં ધ્રુમપાન કરવું ઘણા કારણોસર પ્રતિબંધિત છે. ફલાઇટમાં ધ્રુમપાન કરવાથી પેસેન્જર કે એરક્રાફ્ટને નુકશાન થઇ શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks