ખબર

દૂરદર્શનની જાણીતી ન્યુઝ એન્કરની અણધારી વિદાય, હમણાં જ મેળવ્યો હતો રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ!

દૂરદર્શન અને DD News ચેનલના દર્શકો માટે એક સમાચાર દુ:ખદ છે. છેલ્લા ૨૦ વર્ષોથી તેઓ જેને એક ન્યૂઝ એન્કર તરીકે જોતા આવ્યા છે તે નીલમ શર્માનું આજે અવસાન થયું છે. આ સમાચાર ડીડી ન્યૂઝ ચેનલે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા છે.

Image Source

ઉલ્લેખનીય છે, કે નીલમ શર્માએ ૧૯૯૫થી લઈને ૨૦ વર્ષ સુધી સતત ડીડી ન્યૂઝ સાથે કામ કર્યું હતું અને એક એન્કરનાં રૂપમાં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી હતી. પોતાની બોલવાની આગવી છટા અને શબ્દશુધ્ધિની પણ સચોટતાને પરિણામે સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોમાં પણ તેને હોસ્ટિંગ માટે બોલાવવામાં આવતા.

ડીડી ન્યૂઝ પર આવતા શો ‘તેજસ્વિની’ અને ‘બડી ચર્ચા’થી તેમને ઘણી પ્રસિધ્ધી મળી હતી. ૨૦૧૨માં તેમણે ‘મહારાષ્ટ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી – સ્કૂલ ઓફ ગવર્મેન્ટ’ પુણે દ્વારા આયોજીત ‘ભારતીય છાત્ર સાંસદ’નું હોસ્ટિંગ પણ કર્યું હતું.

Image Source

નીલમ શર્માને હજુ માર્ચ મહિનામાં જ ૨૦૧૮નું નારી શક્તિ સમ્માન રાષ્ટ્રપતિશ્રીના હસ્તે મળ્યું હતું. લોકમતથી મળેલી માહિતી પ્રમાણે તે કેન્સરથી સફર કરી રહ્યા હતા.

પોતે જ પોતાના નામની જાહેરાત કરી! —

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસરે માર્ચ, ૨૦૧૯ના રોજ ૨૦૧૮ના વર્ષનો નારી શક્તિ સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. એના એન્કર તરીકે નીલમ શર્મા હતાં, તેમણે ખુદે જ બીજાં નામોની જાહેરાત કરતા, પોતાના નામની પણ જાહેરાત કરી હતી.

Image Source

લિસ્ટમાં તેનું નામ પણ હતું! એ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમણે એવોર્ડનો સ્વીકાર કરેલો.

આજે તેમની અણધારી કહી શકાય એવી વિદાયથી દૂરદર્શન દુ:ખી છે, દર્શકો દુ:ખી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ પ્રાર્થના!

॥ ૐ શાંતિ ૐ ॥

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks