પસૂરી યુનિક વર્જન થઇ રહ્યું છે વાયરલ, આ વ્યક્તિએ એટલા જોશમાં ગીત ગાયું કે લોકો પેટ પકડીને હસવા માટે થયા મજબુર, જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાનું ટેલેન્ટ બતાવવાનું કયારેય નથી ચુકતા. ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાનું ટેલેન્ટ બતાવીને રાતો રાત સ્ટાર પણ બની ગયા છે, તો ઘણા લોકો ટેલેન્ટ બતાવવાના ચક્કરમાં એવું કરી બેસે છે કે સોશિયલ મીડિયામાં તે હાસ્યનું પાત્ર બની જાય છે.

ત્યારે “કોક સ્ટુડિયો”ની 14મી સીઝનનું લોકપ્રિય ગીત ‘પસૂરી’ સંગીતના શોખીનોમાં વાયરલ થઈ રહ્યું છે. આ શાનદાર ગીત પાકિસ્તાની ગાયક અલી સેઠી અને શાઈ ગિલ દ્વારા ગાયું છે. તેના ઘણા વર્ઝન સોશિયલ મીડિયા પર આવી ચૂક્યા છે. પણ જ્યારે એક વ્યક્તિએ ‘પસૂરી’ ગાયું ત્યારે દર્શકો હસતા રહી ગયા. જો કે કેટલાક યુઝર્સ આ યુવકના આત્મવિશ્વાસની પણ પ્રશંસા કરી રહ્યા છે.

મોટાભાગના લોકો ખાનગીમાં આવું ગાય છે. કારણ કે દરેક જણ ગીતના શબ્દોને બરાબર જાણતા નથી અને તેઓ સૂર સાથે કંઈપણ કહેતા જાય છે. આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ તેના ઘરમાં છે. તે કેમેરા તરફ જોતા જોશમાં ‘પસૂરી’ ગાવાનું શરૂ કરે છે. તે ગીતની શરૂઆતની પંક્તિઓ ગાય છે. પરંતુ પાછળથી તે એવી રીતે ગીત ગાય છે કે સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Mallu Viral️ 200k (@mallu.viral)

આ વીડિયો 21 જૂને mallu.viral નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “તે ગાયકનું નામ લખો.” અત્યાર સુધીમાં આ ક્લિપને લાખો વ્યૂઝ અને 15 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ યુઝર્સ સતત ફીડબેક આપી રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું “ભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. “કેટલાકે તેમના મિત્રોને ટેગ કર્યા છે. જ્યારે ઘણા લોકોએ માત્ર હસતા ઈમોજી શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પહેલા પણ પસૂરી ગીત ગાતી એક છોકરી વાયરલ થઇ રહી હતી. આ છોકરી રસોડામાં જમવાનું બનાવતા બનાવતા ગીત ગાઈ રહી હતી. પરંતુ તેના સૂરમાં એટલી મીઠાસ હતી કે લોકોને તેનો વીડિયો ખુબ જ પસંદ આવ્યો હતો અને લાખો લોકોએ તેના વીડિયોને જોયો પણ હતો તેમજ તેના ટેલેન્ટની પણ ખુબ જ પ્રસંશા કરી હતી.

Niraj Patel