ખબર

નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરે પહેલી વાર કર્યો સંપત્તિનો ખુલાસો, હજારો વીઘા જમીન અને

Image Source

નેપાળના સૌથી પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની સંપત્તિ પહેલી વાર સાર્વજનિક કરવામાં આવી છે.દેશના સૌથી પ્રતિષ્ઠિત અને ધનીક હિન્દૂ મંદિરનું સંપત્તિનું અધ્યયન કરવા માટે બનાવામાં આવેલી એક સમીતીએ સંપત્તિનો ખુલાસો કર્યો છે.પશુપતિનાથ(ભગવાન શિવ)ને સમર્પિત આ પવિત્ર હિન્દૂ મંદિરની પાસે સમિતિના રિપોર્ટના અનુસાર વિભિન્ન બેંકોમાં 9.27 કિલો સોનુ,316 કિલો ચાંદી અને 120 કરોડ રૂપિયાની રોકડ રકમ છે.

Image Source

પશુપતિનાથ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટના તરફથી સમિતિના નુસાર સોના ચાંદીની આ સંપત્તિ 1962 થી 2018 ની વચ્ચેની છે એટલે કે તે 56 વર્ષના આયુષ્યને પૂર્ણ કરે છે.રિપોર્ટ અનુસાર પશુપતિ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટના કાર્યકારી નિદેશક રમેશ ઉપ્રેતીએ કહ્યું કે,”આવું પહેલી વાર થઇ રહ્યું છે કે જયારે અમે ટ્રસ્ટની સંપત્તિનો રિપોર્ટ સાર્વજનિક કરી રહ્યા છીએ”.

Image Source

આ સિવાય મંદિરની પાસે 186 હેક્ટર જેટલી જમીન પણ છે, જો કે પશુપતિનાથના મુખ્ય ખજાનાની વાસ્તવિક કિંમતનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.24 ડિસેમ્બર 2009 ના રોજ દેશની સુપ્રીમ કોર્ટે અધિકારીઓને આ ખજાનાને ન ખોલવાનો આદેશ આપ્યો હતો.

Image Source

જણાવી દઈએ કે આ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર પાંચમી શતાબ્દીમાં બન્યું હતું, જે નેપાળના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે.ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેની કૈબિનેટમાં શામિલ ઘણા લોકો પોતાની નેપાળ યાત્રાના દરમિયાન આ મંદિરે ગયા હતા.ભારતથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પશુપતિનાથના દર્શને આવે છે.

Image Source

ટ્રસ્ટના સદસ્ય સચિવ પદિપ ઢાકલએ કહ્યું કે,”બુધવારે કરવામાં આવેલી ઘોષણા મંદિરની સંપત્તિને સાર્વજનિક કરવાની દિશામાં પહેલુ પગલું છે ઢાકલે કહ્યું કે પશુપતિનાથ સાર્વજનિક સંપત્તિ છે,ઘણા લોકો એ જરૂર જાણવા માંગે છે કે ટ્રસ્ટ પોતાની સંપત્તિનું પ્રબંધ કેવી રીતે કરે છે”.

Image Source

આ 11 સદસ્યઇય સમિતિનું ગઠન મિલન કુમાર થાપાના નેતૃત્વમાં સરકારે 23 ઓક્ટોબર 2017 એ કર્યુ હતું.થાપાએ કહ્યું કે,”ટ્રસ્ટની ઘણી જગ્યાઓ પર જમીન છે પણ પ્રાપ્ત સાબિતી ન હોવાને લીધે અમે તેને ટ્રસ્ટના અંતર્ગત લાવી ન શક્યા”.થાપાએ કહ્યું કે વિભિન્ન સ્થાનો પર ટ્રસ્ટ સાથે સંબંધિત ભૂખંડો પર પ્રાપ્તિ કરી લેવામાં આવી છે.

Image Source

પોતાની કુલ પંજીકૃત ભૂમિમાંથી ટ્રસ્ટે 59 હેક્ટર જમીન ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક ગોલ્ફ કોર્સને 99 વર્ષ માટે 50 લાખ રૂપિયાના વાર્ષિક દરે ભાડે આપી હતી.આવી રીતે ટ્રસ્ટે 0.86 હેકટર જમીન બૌદ્ધમાં એક ફાઈવ સ્ટાર હોટેલ હયાત રિજેન્સીને લીજ પર આપી છે.ગોઠટાર માં ટ્રસ્ટની પાસે 27 હેકટર જમીન છે જેને સરકારે વર્ષ 1998 માં ટ્રસ્ટના નામે નોંધણી કરાવી હતી. વર્ષ 2002 થી 2013 ની વચ્ચે ટ્રસ્ટે મંદિરની પાસે 76.5 હેક્ટર જમીન પ્રાપ્ત કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks