મનોરંજન

‘કુછ કુછ હોતા હૈ’ ના બાળ કલાકાર પરજાન દસ્તુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ તસ્વીરો

આ હેન્ડસમ છોટે સરદારજીની મળી પરી જેવી પત્ની, જુઓ તસવીરો:

શાહરુખ ખાન, રાની મુખર્જી અને કાજોલ સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ જાણે કે ઇતિહાસના પાના પર છપાઈ ગઈ છે. લોકો આજે પણ આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. ફિલ્મના દરેક કિરદારોનો અભિનય પ્રશંસાને પાત્ર હતો, જો કે સૌથી વધારે દર્શકોનું ધ્યાન સાઇલેન્ટ બાળ કલાકાર પર ગયું હતું.

Image Source

આ બાળ કલાકારનું નામ પરજાન દસ્તુર છે. 2-નવેમ્બર 1991 ના રોજ જન્મેલો પરજાન 29 વર્ષનો થઇ ગયો છે અને ખુબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. ફિલ્મમાં પરજાનનો એકમાત્ર ડાઈલોગ ‘તુસી જા રહે હો, તુસી ના જાઓ’ ખુબ જ ફેમસ થયો હતો.

Image Source

એવામાં તાજતેરમાં જ પરજાને પ્રેમિકા ડેલના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની તસવીરો તેમણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી.

તસ્વીરોમાં પરજાને ડેલના સાથે રોમેન્ટિક પોઝ આપ્યા હતા. પરજાનને વ્હાઇટ કલરનું આઉટફિટમાં અને વ્હાઇટ ટોપી પહેરી હતી જ્યારે ડેલના લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી હતી. બંન્ને આ અવતારમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

Image Source

કોરોના મહામારીને લીધે પરજાન-ડેલનાએ અમુક નજીકના લોકોની હાજરીમાં પારસી રિવાજથી સગાઈ કરી હતી અને બંને કદાચ 2021 માં લગ્ન પણ કરી લેશે. આગળના ઓક્ટોબર મહિનામાં પરજાને ડેલનાને સમુદ્ર કિનારે ઘૂંટણ પર બેસીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેની તસ્વીરો પણ પરજાને શેર કરી હતી.