મનોરંજન

બોલીવુડને લાગ્યો એક મોટો ઝટકો, નામી એક્શન ડાયરેક્ટરનું હૃદયરોગના કારણે થયું નિધન

છેલ્લા કેટલાય સમયથી બોલીવુડના માથે જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગે છે. છેલ્લા થોડા જ મહિનામાં બોલીવુડમાંથી ઘણા લોકોએ દુનિયામાંથી કાયમ માટે વિદાય લઇ લીધી છે. આ બધા વચ્ચે જ એક બીજા માઠા સમાચાર આવ્યા છે.

Image Source

સોમવારના રોજ પ્રખ્યાત એક્શન ડાયરેક્ટર પરવેજ ખાનનું મુંબઈમાં હૃદયરોગના હુમલાના કારણે 55 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. છાતીમાં દુઃખાવો થતા જ તેમને રુબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

Image Source

પરવેજે ઘણી ફિલ્મમોમાં પોતાનું યોગદાન આપ્યું છે જેમાં અંધાધૂંધ, બદલાપૂર, બુલેટ રાજા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના પૂર્વ સહાયક નિશાંત શાહે પરવેજન ખાનના નિધનના સમાચાર આપ્યા હતા.

Image Source

પરવેજ ખાનના નિધન ઉપર ફિલ્મ મેકર હંસલ મહેતાએ પણ શોક વ્યક્ત કર્યો છે. પરવેજ ખાને હંસલ મહેતા સાથે શાહિદ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ટ્વીટ કરતા જણાવ્યું છે કે: “હમણાં સાંભળવામાં આવ્યું છે કે પરવેજ ખાન હવે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. અમે બંનેએ ફિલ્મ શાહિદમાં કામ કર્યું હતું. તેમને માત્ર એક સિંગલ ટેકમાં હુલ્લના સિકવેન્સ શૂટ કરી દીધી હતી. તે એક ખુબ જ પ્રતિભાશાળી, એનર્જીથી ભરેલા સારા માણસ હતા. તમારો અવાજ હજુ મારા કાનમાં ગુંજે છે.”

પરવેજ ખાને અક્ષય કુમારની ફિલ્મ ખેલાડી, શાહરુખ ખાનની ફિલ્મ બાજીગર અને બોબી દેઓલની ફિલ્મ સોલ્જરમાં એક્શન ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.