મનોરંજન

મહેશ ભટ્ટની સામે આવી ગયું હતું પરવીન બાબીનું એવું સત્ય કે, જેને જોઈને તે તેની આંખ પર વિશ્વાસ કરી શકતા ના હતા

70ના દાયકાની જાણીતી એક્ટ્રેસ પરવીન બાબીએ તેની કરિયર દરમિયાન ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરવીન બાબીએ જ ગ્લેમરસ કપડાં પહેરવાનું ચલણ શરૂ કર્યું હતું. આ પહેલાકોઈ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડી અને ફિટ ડ્રેસ પણ પહેરતું ના હતું. 70ના દાયકામાં પરવીન બાબીની છબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બોલ્ડ એક્ટ્રેસ તરીકેની હતી. 1976થી 80 દરમિયાન સૌથી મોંઘી એક્ટ્રેસ તરીકે પરવીન બાબીનું નામ શામેલ હતું.

Image Source

પરવીન બાબીએ 1973માં ફિલ્મ ‘ચૈત્ર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરવીન બાબીએ તેની કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.

પરવીન બાબી સ્ક્રીન પર જેટલી તે ખુશ દેખાતી હતી તેટલી જ તેની અંગર જિંદગીમાં એકલી હતી. પરવીન જેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહી ચેવ તેટલી જ તેની લવ લાઈફને ચર્ચામાં રહી છે. પરવીન બાબીનું અફેર મહેશ ભટ્ટની સાથે-સાથે ડૈની અને કબીર બેદી સાથે હતું. પરવીન બાબી અને મહેશ ભટ્ટની પ્રેમ કહાનીનો દુઃખદ અંત આવ્યો હતો. જાણીતી મેગેઝીન ‘ફિલ્મફેયર’ને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે તેના અને પરિવન બાબીએ તેના સંબંધને લઈને ઘણા રાઝ ખોલ્યા હતા. આ સાથે જ પરવીન બાબીના નિધન મામલે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.

Image Source

જયારે મહેશ ભટ્ટ અને પરવીન એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે બંનેની કરિયર ટોપ પર હતી. પરિવન બાબીનું અફેર મહેશ ભટ્ટ પહેલા કબીર બેદી સાથે હતું. કબીર સાથે બ્રેકઅપ થયા બાદ તેને મહેશ ભટ્ટનો હાથ પકડ્યો હતો પરંતુ તે સમયે મહેશ પહેલાથી જ પરિણીત હતો. મહેશ ભટ્ટ અને જયારે પરવીન બાબીને પ્રેમનો પર્વનો ચડ્યો ત્યારે 1977માં મહેશ ભટ્ટ તેની પત્નીને છોડીને પરવીન સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. તે સમયે પરવીન ‘અમર-અકબર-એન્થની’ અને ‘કાલા પથ્થર’નું શૂટિંગ કરી રહ્યી હતી. પરવીન બાબી અને મહેશ એક્બીજાના પ્રેમમાં પાગલ હતા.

Image Source

બંને પ્રેમમાં એટલા ગળાડૂબ પ્રેમમાં હતા કે વિરોધના વંટોળ વચ્ચે બંનેને અલગ કરવા મુશ્કેલ હતા. મહેશ માટે થઈને પરવીન એક સાધારણ યુવતીની જેમ જ રહેતી હતી. જોત-જોતામાં આ સંબંધને 2 વર્ષ પુરા થઇ ગયા હતા. 1979માં મહેશ ભટ્ટને અચાનક એવી ખબર પડી કે તેના હોંશ ઉડી ગયા હતા. એક દિવસ જયારે મહેશ ભટ્ટ ઘરે આવ્યા તો પરવીન બાબી ફિલ્મના કોસ્ચ્યુમ પહેરીને ઘરના એક ખૂણામાં બેઠી હતી, અને તેના હાથમાં ચાકુ હતા. મહેશ ભટ્ટને જોઈને પરવીને ચૂપ થવાનો ઈશારો કરી દીધો હતો.

Image Source

આ બાદ પરવીન બાબીએ કહ્યું હતું કે, મારી સાથે વાત ના કરો રૂમમાં કોઈ છે જે મને મારવાની કોશિશ કરી રહ્યું છે. પરવીન બાબીએ આટલા સમયમાં પહેલી વાર આવી હરકત કરતા મહેશ ભટ્ટ ભાંગી ગયા હતા કારણકે પરવીન બાબીનું એવું રૂપ આ પહેલા કોઈએ જોયું ના હતું. આ ઘટના બાદ પરવીન વારંવાર આવી હરકત કરતી હતી. આ બાદ ડોકટરને બતાવ્યું તો ખબર પડી કે, તેને સીઝોફ્રેનિયા નામની માનસિક બીમારી છે. પરવીનને જયારે આ બીમારી લાગુ પડી ત્યારે તે ઘણી ફિલ્મો કરી રહી હતી. ડાયરેકટર્સને ફિલ્મનો ડર લાગતો હતો.

બધા જ લોકો ઇચ્છતા હતા કે પરવીન બાબી જલ્દી જ સાજી થઇ જાય. મહેશ ભટ્ટે સારામાં સારા ડોક્ટર પાસે પરવીનનો ઈલાજ કરાવ્યો હતો. ડોકટરોનું કહેવું હતું કે, તેને ઠીક રવા માટે ઇલેક્ટ્રિક શોક આપવા પડશે. મહેશ ભટ્ટ પરવીન બાબીને ઇલેક્ટ્રિક શોક આપવા માટે સખ્ત વિરોધમાં હતા. આ દરમિયાન પરવીનના પૂર્વ પ્રેમી કબીર બેદી અને ડૈનીએ મહેશને મદદ કરી હતી. પરવીન બાબીને ઠીક કરવા માટે તમામ ઈલાજ કર્યા બાદ બીમારી જવાનું નામ લેતી ના હતી.

Image Source

પરવીન બાબીના મનમાં ડર હતો કે, તેને કોઈ મારવા માંગે છે. થોડા સમય બાદ પરવીન બાબીને લાગતું હતું કે,તેની કારમાં બૉમ્બ રાખ્યો છે, તે એસીના અવાજથી જ ડરી જતી હતી. પરવીન બાબીને સમય જતા લાગતું હતું કે, તેના માટે અમિતાભ બચ્ચન પણ ખતરો છે. પરવીન બાબીને લાગતું હતું કે, અમિતાભ તેને મારવા માંગે છે. અમિતાભે તેની પાછળ ગુંડા રાખ્યા છે. પરવીનની આ સ્થિતિ જોઈને તેને રૂમમાં બંધ કરી દીધી હતી. પરવીનને મીડિયા અને પબ્લિકની નજરથી દૂર રાખવામાં આવતી હતી.

Image Source

આ દરમિયાન પરવીનનું વજન પણ ઘણું વધી ગયું હતું તો બીજી તરફ તેની ખુબસુરતી પણ ઓછી થઇ ગઈ હતી. હવે ડોકટરો પાસે ઇલેક્ટ્રિક શોક આપવા સિવાય કોઈ વિકલ્પ ના હતો, પરંતુ મહેશ ભટ્ટ આ માટે રાજીના હતા. આ દરમિયાન મહેશ ભટ્ટ પર ઘણા આરોપ લાગે હતા. લોકોનું કહેવું હતું કે, મહેશ ભટ્ટ પરવીનનો ઉપયોગ કર્યો છે. પોતાના ફાયદા માટે પરવીનના સ્ટારડમ અને રુઆબનો ઉપયોગ કર્યો હવે તે તેને સાજી થવા દેવા નથી માંગતો. ત્યાં સુધીમાં પરવીન બાબીની હાલત ઘણી નાજુક થઇ ચુકી હતી. પરવીન બાબીએ દવા ખાવાનું બંધ કરી દીધું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.