ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની આ સાસુ રિયલ લાઇફમાં છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

ટીવીના આ સાસુમાં રિયલ લાઈફમાં પૂત્રવધુ કરતાં પણ છે હોટ હોટ

ટીવી ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીને કયારેક તેના ચહેરાને કારણે રોલ મળતા ન હતા પરંતુ તે આજે ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે જેને જોઇને તો ચાહકો પણ ખૂબ જ દીવાના થઇ જાય છે… ટીવી અભિનેત્રીઓના ચાહકો પણ બોલિવૂડ સ્ટાર્સના ચાહકો કરતાં કંઈ કમ હોતા નથી.

ત્યારે ઘણી એવી ટીવી અભિનેત્રીઓ છે જે નાની ઉંમરે સાસુ-વહુની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આ સાસુ પૂત્રવધુઓ કરતાં વધારે ગ્લેમર અને સ્ટાઇલિશ હોય છે.

તો આજે આપણે જોઇશું ટીવીની જાણિતી અભિનેત્રી પારુલ ચૌહાણ વિશે, જેણે સાસુનો રોલ પ્લે કર્યો છે પરંતુ તે ઘણી જ ગ્લેમરસ છે. પારુલ ટીવીની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. તેને ‘સપના બાબુલ કા બિદાઈ’થી ઓળખ મળી હતી.

પારૂલે સ્ટાર પ્લસ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં પારૂલે નાયરાની સાસુનો રોલ પ્લે કર્યો હતો.

તમને જણાવી દઇએ કે, ‘સપના બાબુલ કા બિદાઈ’માં પારૂલે એક શ્યામ અને ખૂબ જ સાધારણ રાગિનીનો રોલ પ્લે કર્યો હતો. આ ધારાવાહિકમાં તેનો લુક અને હાલમાં તેનો લુક ખૂબ જ અલગ છે.

પારૂલની હાલની તસવીરો જોઇને તમે ચોંકી જશો. તમે વિશ્વાસ નહિ કરી શકો કે તે પારૂલ જ છે. તેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

‘સપના બાબુલ કા બિદાઈ’ ઉપરાંત તે ડાંસ રિયાલિટી શો “ઝલક દિખલા જા” અને કોમેડી સર્કસમાં પણ જોવા મળી હતી.

પારૂલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની હોટ, ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.

પારૂલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં છેલ્લે જોવા મળી હતી અને તેણે આ શો બાદમાં છોડી દીધો હતો. તેનું આ શો છોડવાનુ કારણ એ હતુ કે, તે દાદી બનવા ઇચ્છતી ન હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન પારૂલે કહ્યુ હતુ કે, મેં શો છોડી દીધો છે અને કરિયરના આ સ્ટેજ પર હું દાદીનો રોલ નિભાવવા માંગતી ન હતી. મને એવુ લાગ્યુ કે હું એ રોલ સાથે ન્યાય કરી શકતી નહિ.

પારૂલે ડિસેમ્બર 2018માં તેના બોયફ્રેન્ડ ચિરાગ ઠક્કર સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. પારૂલ ઘણા લાંબા સમયથી ચિરાગને ડેટ કરી રહી હતી અને આખરે તેઓએ તેમના સંબંધને વર્ષ 2018માં લગ્નમાં પરિવર્તિત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Parul Chauhann (@parulchauhan19)

પારૂલના લગ્નમાં તેના પરિવારના સભ્યો અને આ ઉપરાંત તેના નજીકના મિત્રો તેમજ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના સ્ટાર્સ સામેલ થયા હતા.

પારૂલ ચૌહાન અને ચિરાગ ઠક્કરની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા 2015માં થઇ હતી. તે બંને પહેલા મિત્ર હતા અને બાદમાં તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Parul Chauhann (@parulchauhan19)

પારૂલ ઘણા ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકી છે. તેણે વર્ષ 2007માં ‘સપના બાબુલ કા બિદાઇ’થી કરિયરની શરૂઆત કરી હતી.

પારૂલ સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પારૂલ ઘણી જ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. પારૂલની તસવીરોને ચાહકો ઘણી જ પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે, પારૂલ આ દિવસોમાં તેના પતિ સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Parul Chauhann (@parulchauhan19)

Shah Jina