ફિલ્મી દુનિયા

જ્યારે પાર્ટીની અંદર તોડી નાખી હતી આ 12 સિતારાઓએ બધી જ હદો, કોઈ હતું ડ્રગ્સના નશામાં તો કોઈ શરાબના, જુઓ તસવીરો

ઋત્વિક રોશનથી લઈને સંજય દત્ત સુધી, પાર્ટીઓમાં નશાની હાલતમાં ઝડપાયા આ 12 સિતારાઓ, જુઓ તસ્વીરો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની અંદર ડ્રગ્સ એન્ગલ સામે આવતા જ બૉલીવુડમાં ડ્રગ્સ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે, આ દરમિયાન જ ઘણા એવા સિતારાઓ પણ છે જે પાર્ટીમાં બધી જ હદો પર કરી દેતા હતા. ચાલો જોઈએ એવા કેટલાક સિતારાઓને.

Image Source

1. સલમાન ખાન ગેંગ:
બોલીવુડનો ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન તેની પાર્ટીઓને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. તેની જ એક પાર્ટીમાં સલમાન બંધુઓ અને તેના બોડીગાર્ડ શર્ટ લેસ થઈને જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં દારૂ અને બીજા નશાનો પણ ઉપયોગ થયો હતો.

Image Source

2. રણવીર સિંહ:
રણવીર સિંહ તેના ડ્રેસિંગ સેન્સને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે તો પાર્ટીની અંદર પણ તે ઘણીવાર પોતાના હોશ ખોઈ બેસે છે અને અજીબો ગરીબ હરકતો પણ કરતો હોય છે.

Image Source

3. અર્જુન રામપાલ, લેડી ગાગા અને શાહરુખ ખાન:
અર્જુન રામપાલ અને શાહરુખ ખાન એક સમયે ખુબ જ સારા મિત્રો હતા. તેમની એક જૂની તસ્વીર સામે આવી રહી છે જેમાં શાહરુખ અને અર્જુન નશાની હાલતમાં લેડી ગાગા સાથે નજર આવે છે.

Image Source

4. સોનમ કપૂર:
અભિનેત્રી સોનમ કપૂર સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે ટ્રોલ થાય છે. તે હાઈફાઈ પાર્ટી કરવા માટે જાણીતી છે અને પોતાના નશામાં તે બધું ભાન પણ ભૂલી જાય છે. આવી જ એક પાર્ટી કરતી તેની બહેન સાથેની તસ્વીર પણ ચર્ચાનો વિષય બની હતી.

Image Source

5. મિકા સિંહ અને રાખી સાવંત:
પોતાની બેઢંગી હરકતોના કારણે ચર્ચામાં રહેનારા ગાયક મિકા સિંહે નશાની હાલતમાં કોન્ટ્રોવર્સી ગર્લ રાખી સાવંતને જ કિસ કરી દીધી હતી. જેના બાદ ઘણો જ હોબાળો પણ મચી ગયો હતો.

Image Source

6. આલિયા ભટ્ટ:
પોતાના સવાલ જવાબના કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પાર્ટીની શોખીન છે. તે પોતાની ગર્લ ગેંગ સાથે ક્યાંય પણ પાર્ટી કરવા માટે ચાલી જાય છે.

Image Source

7. વિના મલિક અને અશ્મિત પટેલ:
વિના મલિક અને અશ્મિત પટેલે બિગબોસમાં નામના મેળવી હતી. આ બને ઘણી પાર્ટીઓમાં એક સાથે જોવા મળે છે. એક તસ્વીરમાં અશ્મિત પોતાના હાથે વિનાને દારૂની બોટલથી દારૂ પીવડાવી રહ્યો છે.

Image Source

8. પ્રતીક બબ્બર:
અભિનેતા રાજ બબ્બરનો દીકરો પ્રતીક બબ્બર પણ પાર્ટીઓનો ઘણો જ શોખીન છે. તે ફિલ્મોમાં એટલું ચાલ્યો નહિ પરંતુ પાર્ટીની અંદર નશો કરવામાં ખુબ જાણીતો છે. તેની આ તસ્વીર જ ઘણું બધું કહી જાય છે.

Image Source

9. શક્તિ કપૂર:
અભિનેતા શક્તિ કપૂર ફિલ્મોમાં વિલનગીરી કરતો જોવા મળે છે. પરંતુ અસલ જીવનમાં પણ તે ક્યારેક પોતાના હોશ ખોઈ બેસે છે. એક પાર્ટીની અંદર તેને વિના માલિકને કિસ કરી હતી.

Image Source

10. ઋત્વિક અને સલમાન:
ઋત્વિક અને સલમાન સારા મિત્રો પણ છે. ઋત્વિકના કેરિયરની શરૂઆતમાં બનેં ઘણી જ પાર્ટીઓ કરતા હતા તેની જ એક તસ્વીર પણ વાયરલ થઇ રહી હતી જેમાં ઋત્વિક હાથમાં સિગારેટ અને સલમાન દારૂનો ગ્લાસ લઈને જોવા મળ્યો હતો.

Image Source

11. કંગના રનૌત:
કંગના હાલમાં ખુબ જ ચર્ચામાં છે. તે પોતે તો કહે છે કે નશો નથી કરતી પરંતુ પાર્ટીઓમાં તે ખુબ જ મઝા કરે છે જે તેની પાર્ટીઓની તસ્વીરોમાં જ જોઈ શકાય છે.

Image Source

12. સંજય દત્ત:
અભિનેતા સંજય દત્ત વિશે તો આપણે બધું જ જાણીએ છીએ કે તે નશાનો કેટલો શોખીન હતો. તમામ પ્રકારના ડ્રગ્સનું સેવન સંજય દત્તે કર્યું છે. તે તેની બાયોપિક સંજુમાં પણ જોઈ શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.