મનોરંજન

ડ્રગ/દારૂની પાર્ટીમાં ચકચૂર હતા બૉલીવુડ સિતારાઓ? આ અભિનેતાએ ચુપ્પી તોડી- જાણો વિગતે

થોડા સમય પહેલા કર્ણ જોહરનો વીકએન્ડ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પર લોકોએ નિશાન સાધતા બોલીવુડના સિતારાઓને ના કહેવાનું કહી દીધું હતું. ત્યારે કરણ જોહર શાંત રહ્યો હતો. પરંતુ હાલમાં જ કરણ જોહરે આ મુદ્દે ખુલાસો કર્યો હતો.

કરણ જોહર આ મુદ્દે કહ્યું હતું કે, મેં કંઈ ખોટું નથી કર્યું. તેથી મારે કોઈ પણ પ્રકારની સફાઈ દેવાની જરૂર નથી. આ બધી આધાર વગરની વાત છે.

કારણ જોહરની આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીઝના બધા જ યંગ એક્ટ્રેસ નજરે આવે છે. જેના દીપિકા પાદુકોણથી, મલાઈકા અરોરા, વરુણ ધવન, શાહિદ કપૂર, જોયા અખ્તર, અયાન મુખર્જી અને વિકિ કૌશલ સુધી બધા લોકોએ પાર્ટી એન્જોય કરી હતી. કરણે ખુદે આ વીડિયો સોશિયલ મીડિયા શેર કર્યો છે. અને ફેન્સ સેલેબ્સને ટ્રોલ કરવા લાગ્યા છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં બધા નશામાં ધૂત હતા.

ભાજપ નેતા મનજીંદર સિંહ સિરસાએ આ વીડિયો પર ઉડતા પંજાબ લખીને શેર કર્યો હતો. સિરસાએ લખ્યું હતું કે, જુઓ બોલીવુડના સ્ટાર નશાની હાલતમાં જોવા મળે છે. જેનો હું સખ્ત વિરોધ કરું છું.

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કરણે કહ્યું હતું કે, આ આધારવિનાના આરોપ પર મને કંઈ કહેવું યોગ્ય નથી લાગતું. પરંતુ જો હવે આ આરોપ લગાડવામાં આવશે તો હું કાનૂની રસ્તો અપનાવીશ. તમે અમારી પ્રતિષ્ઠા દાવ પર ના લગાવી શકો. તમે કોઈ તથ્ય વિનાના કોઈ સચ્ચાઈ વગરના કે વાસ્તવિકતા વગરના આરોપ ના લગાવી શકો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks