શ્રદ્ધાની લાશના ટુકડા કરીને તેને ઠેકાણે લગાડવાનો વિચાર આ રીતે આવ્યો હતો આફતાબને, મિત્રના ઘરે જ… જાણો સમગ્ર મામલો

આફતાબનો નવો ખુલાસો, કહ્યું, “ક્યાં અને કેવી રીતે આવ્યો હતો શ્રદ્ધાની લાશ ઠેકાણે લગાવવાનો વિચાર- જાણો સમગ્ર મામલો

દિલ્હીમાં થયેલી શ્રદ્ધાની હત્યાના મામલામાં એક પછી એક ખુલાસાઓ પોલીસને પણ ચોંકાવી રહ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે આફતાબે પહેલા શ્રદ્ધાની હત્યા કરી નાખી અને પછી લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા હતા અને તેના બાદ તે એક એક ટુકડો કરીને જંગલમાં નાખી આવતો હતો, ત્યારે હવે આ મામલામાં શ્રદ્ધાની લાશના ટુકડા કરીને જંગલમાં નાખી આવવાનો વિચાર ક્યારે અને ક્યાં આવ્યો હતો તેના વિશે પણ ખુલાસો થઇ ગયો છે.

હત્યારા આફતાબ સાથેની પુછપરછમાં તેણે ખુલાસો કરતા જણાવ્યું છે કે તેને લગભગ 4 મહિના સુધી શ્રદ્ધાની લાશના ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા હતા. શ્રદ્ધાના ટુકડાને જંગલમાં નાખવાનો આઈડિયા પણ તેને તેના મિત્રના ઘરે બેઠા બેઠા આવ્યો હતો કે તે શ્રદ્ધાની લાશના ટુકડાને જંગલમાં ફેંકી શકે છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર આફતાબે પોલીસને જણાવ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તે નક્કી નહોતો કરી શકતો કે તે ટુકડાને કેવી રીતે ઠેકાણે લગાવશે.

તેણે આગળ જણાવ્યું કે એક દિવસ તે તેના મિત્રના ઘરે છત પર આંટા મારી રહ્યો હતો, ત્યારે તેણે જંગલ જોયું અને તેને લાગ્યું કે શ્રદ્ધાના ટુકડાને અહીંયા જ ફેંકવા જોઈએ. જેના બાદ તેણે ઘણા દિવસો સુધી આ કામને અંજામ આપ્યો. આ પહેલાં આ મામલામાં રિપોર્ટ અનુસાર સામે આવ્યું હતું કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાનું મર્ડર કરીને લગભગ 3 અઠવાડિયા સુધી લાશના 35 ટુકડાઓ ફ્રિજમાં સ્ટોર કર્યા હતા અને તેના 16 દિવસમાં ટુકડાઓ શહેરના અલગ વિસ્તારમાં નાખી દીધા હતા.

શ્રદ્ધા હત્યા કેસની સૌથી નબળી કડી એ છે કે આ કેસમાં એક પણ સાક્ષી નથી. એટલે કે, અત્યારે જે કંઈ છે કે પોલીસે જે કંઈ કરવાનું છે, તે માત્ર થોડા માનવ હાડકાં, લોહીના થોડા ટીપાં અને આફતાબના બદલાતા નિવેદનોને ધ્યાનમાં રાખીને કરવાનું છે. આવી સ્થિતિમાં, નાર્કો ટેસ્ટ દરમિયાન આફતાબ એવી કેટલીક કડીઓ અથવા પુરાવાઓ જાહેર કરે, જેનાથી તેનું બચવું મુશ્કેલ બની જાય.

Niraj Patel