ખબર

પાર્થિવ પટેલની નિવૃત્તિ ઉપર પત્નીએ લખ્યો ખુબ જ ભાવુક સંદેશ, રસ્તા વચ્ચે જ પાર્થિવે પત્નીને કર્યું હતું પ્રપોઝ, વાંચો તેની લવ સ્ટોરી

માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર ગુજરાતી વિકેટ કીપર પાર્થિવ પટેલે ગાઈગલે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી સન્યાસ લઇ લીધો છે. પાર્થિવ ગુજરાતનું એક ગૌરવ બનીને આગળ આવ્યો. તેની નિવૃત્તિ બાદ તેના કેરિયરને લઈને ઘણા લોકોએ તેની પ્રસંશા કરી પરંતુ આ દરમિયાન તેની પત્નીએ પણ ખુબ જ ભાવુક સંદેશ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

Image Source

પાર્થિવના 18 વર્ષના કેરિયરને શબ્દોમાં વર્ણવતા તેની પત્ની અવની પટેલે લખ્યું કે: “અમને ગર્વ છે તે જે પણ કામ કર્યા છે, તું જેવો વ્યક્તિ છે અને તું જે ફર્ક લાવ્યો છે.” તેના આગળના જીવન માટે શુભકામનાઓ આપતા અવની લખે છે કે, “હું આશા કરું છું કે તને આ આગળના સફરમાં સફળતા અને ખુશી મળે. તને આગળ બહુ જ બધા ચાન્સ મળે જે તું ઈચ્છે તે કરી શકે”

અવની અને પાર્થિવની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. પાર્થિવ અને અવની બંને એક બીજાને ઘણા સમયથી પસંદ કરતા હતા. પરંતુ એકબીજાને પોતાના દિલની વાત કહેવામાં ડરતા હતા.

Image Source

પાર્થિવ પોતાના દિલની વાત અવનીને કહેવા માંગતો હતો પરંતુ તેને નહોતી ખબર કે અવની પણ તેને પ્રેમ કરે છે. માટે પાર્થિવ એક વખત અવનીને લોન્ગ ડ્રાઈવ ઉપર લઈને ગયો હતો. અને તે દરમિયાન જ રોડ ઉપર અવનીને પાર્થિવે ફૂલો હાથમાં લઈને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

Image Source

આજે પાર્થિવ પોતાનું સુખી લગ્ન જીવન વિતાવી રહ્યો છે. તેને એક દીકરી પણ છે જેનું નામ વેનિકા છે, પાર્થિવ પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરે છે અને પોતાના માટે તેને ખુબ જ કિસ્મતવાળી પણ માને છે.

Image Source

પાર્થિવની ક્રિકેટ સફરની જો વાત કરવામાં આવે તો તેને 18 વર્ષ સુધી ભારતીય ટીમમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેને 2002માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 17 વર્ષની ઉંમરમાં જ ડેબ્યુ કર્યું હતું. તેને ભારત માટે 25 ટેસ્ટ, 38 વન ડે અને બે ટી-20 મેચ રમ્યા છે. આ ઉપરાંત તે આઇપીએલમાં પણ 6 ફ્રેન્ચાઈજીઓ સાથે રમેલ છે.