પાર્થ ચેટર્જીને કસ્ટડીમાં રાખવા EDને પડી રહ્યું છે અઘરું, 2 દિવસથી ન્હાયો નથી મમતા દીદીનો કૌભાંડી મંત્રી અને જમવામાં તો…

પશ્ચિમ બંગાળના ચર્ચિત શિક્ષા ભર્તી  ઘોટાળાની જાંચ હવે મંત્રીઓ સુધી પહોંચી ચુકી છે. આ તપાસમાં પરિવર્તન નિદેશાલય (ED) એ શિક્ષક ભર્તી ઘોટાળાનાં સંબંધમાં રાજ્યમાં મંત્રી પાર્થ ચેટર્જીઅને નજીકની સહિયોગી અર્પિતા મુખર્જીના આવાસ પર છાપામારી કરવામાં આવી હતી. આ રેડમાં EDએ અર્પિતાના ઘરેથી 50 કરોડ થી વધારાએ કેશ અને 5 કિલો સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે અર્પિતા મમતા બેનર્જી સરકાર મંત્રી પાર્થની સહાયક છે. એવામાં પાર્થ ચટર્જીના ઘરે પણ શુક્રવારથી છાપામારી ચાલી રહી છે. અને તેના બાદ પાર્થની પણ ધરપકડ કરવામાં આવી છે.

હાલ ED 69 વર્ષના પાર્થને કસ્ટડીમાં લઈને પૂછતાછ કરી રહી છે પણ હવે પાર્થની હાજરી ઇડી માટે સમસ્યા બની ચુકી છે જેનું કારણ પાર્થનું વજન જણાવામાં આવી રહ્યું છે. જણાવામાં આવ્યું કે 111 કિલોના પાર્થને ન્હાવાની સમસ્યા છે, પોતાના ઘરે પાર્થ એક સ્ટુલ પર બેસીને ન્હાતા હતા, એવામાં EDએ આ વિષે વાત કરતા કહ્યું કે તેને ન્હાવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડી રહી છે.

પાર્થને પોતાના વજનની સમસ્યા હંમેશાથી રહી છે તેને વધારે સમય ચાલવું કે સીઢી ચઢવામા મુશ્કેલીઓ થાય છે. પાર્થને ડાયાબિટીસની બીમારી છે એવામાં વધારે વજનને લીધે તેના શરીરમાં કોઈને કોઈ સમસ્યા આવતી રહે છે. કરોડોના માલિક પાર્થ આલીશાન અને એશો આરામવાળું જીવન જીવે છે. તેને નહડાવવા માટે પણ ઘરમાં નોકરો રાખેલા છે, એવામાં તેના વજનને લઈને સોશિયલ મીડિયા પર ફની મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.

રિપોર્ટના આધારે પાર્થ પોતાની જાતે ન્હાઈ શકે તેમ નથી, માટે તે હજી સુધી ઇડીની કસ્ટડીમાં બે દિવસથી ન્હાયા નથી. જેના બાદ ઇડીના અધિકરીઓએ તેને નહડાવવામાં મદદ કરી તો તેણે ફરિયાદ કરી કે બાથરૂમ ખુબ નાનું છે, જેના બાદ તેને મોટા બાથરૂમમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં અધિકારીઓને તેને નહડાવવાની સાથે સાથે કપડા પહેરાવવામાં પણ મદદ કરવી પડી. ડાયાબિટીક દર્દી હોવાને લીધે ઇડીને તેના ભોજનનું પણ ધ્યાન રાખવું પડી રહ્યું છે, અને તેને ભાતને બદલે રોટી આપવામાં આવી રહી છે.

Krishna Patel