કોણ છે પાર્થ ઉપાધ્યાય, જેણે અમિતાભ બચ્ચનનું બતાવ્યુ ભવિષ્ય, જીતી લાવ્યો 25 લાખ

જવાબ જાણતો હોવા છત્તાં 25 લાખ હાર્યો પાર્થ ઉપાધ્યાય, અમિતાભ બચ્ચનનું બતાવ્યુ ભવિષ્ય- રામાયણનો સુંદરકાંડ અને યુદ્ધ કાંડ સંભળાવ્યો

બાંસવાડાનો રહેવાસી પાર્થ ઉપાધ્યાય ચર્ચામાં છે. જેણે શો કૌન બનેગા કરોડપતિમાં 25 લાખ રૂપિયાની રકમ જીતી. જો કે હાલમાં તેને આ રકમ પોઈન્ટ્સના રૂપમાં મળી છે, પરંતુ જ્યારે તે 18 વર્ષનો થશે ત્યારે તેને સંપૂર્ણ રકમ મળી જશે. પાર્થ મૂળ તલવાડાનો રહેવાસી છે અને હાલ ઈન્દોરમાં અભ્યાસ કરે છે. તેના પિતા અમિત હાઈકોર્ટમાં વકીલ છે અને માતા પણ વ્યવસાયે વકીલ છે.

પાર્થ જીતની રકમને લઈને ચર્ચામાં છે પરંતુ તેણે શો દરમિયાન કંઈક એવું કર્યું જેને જોઈને લોકો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા.જ્યારે અમિતાભ બચ્ચને પાર્થને તેનું નામ પૂછ્યું તો પાર્થે તેની 6 થી 7 પેઢીના નામ એકસાથે કહ્યા. જણાવી દઈએ કે પાર્થને આગામી શો કૌન બનેગા કરોડપતિ જુનિયર માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. ત્યાં તે ફિંગર ફર્સ્ટમાં સૌથી ઝડપી જવાબ આપીને અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસ્યો.

પાર્થ દ્વારા કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપવામાં આવ્યા હતા. જે બાદ તેણે 25 લાખ રૂપિયા જીત્યા. પરંતુ જ્યારે 50 લાખ રૂપિયાનો પ્રશ્ન આવ્યો ત્યારે પાર્થે તેને છોડી દીધો. શો દરમિયાન જ્યારે પાર્થે અમિતાભ બચ્ચનને રામાયણના સુંદરકાંડ અને યુદ્ધકાંડનો ક્લબ મિક્સ સંભળાવ્યો તો ત્યાં બેસેલા લોકોએ ખૂબ તાળીઓ વગાડી. ખુદ અમિતાભ બચ્ચને પણ પાર્થના વખાણ કર્યા.

પાર્થે અમિતાભ બચ્ચનને હાથ જોઈને રેખાઓ દ્વારા ભવિષ્ય વિશે પણ જણાવ્યું અને અંતે અમિતાભ બચ્ચને પણ પાર્થને કહ્યું કે તારી સાથે બેસીને ઘણું જ્ઞાન મેળવ્યું છે. જોકે, પાર્થ ઘણા સમય પહેલા શોમાં ગયો હતો અને તેનું શૂટિંગ પણ થઈ ગયું હતું. ટેલિકાસ્ટમાં વિલંબને કારણે, તે ગુરુવારે રાત્રે ટીવી સ્ક્રીન પર આવ્યો. હાલ પાર્થ ઈન્દોરમાં જ છે.

કેબીસીની વાત કરીએ તો પાર્થ 25 લાખ જીતીને ઘરે ગયો પરંતુ જવાબ જાણતો હોવા છત્તાં તેણે 25 લાખ ગુમાવ્યા, જેનાથી તે અમુક અંશે દુઃખી થયો. સવાલ હતો કે- મહાભારત મુજબ, નીચેનામાંથી કોનો વધ એ જ નામના ગંધર્વે કર્યો હતો? આ સવાલના વિકલ્પ હતા A.ચિત્રાંગદ, B.વિચિત્રવીર્ય, C.શાંતનુ, D.પાંડુ. પાર્થ આ સવાલનો જવાબ જાણતો હતો પણ શંકાને કારણે તેણે છોડી દીધો. જણાવી દઈએ કે આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ A. ચિત્રાંગદ છે.

Shah Jina