જ્યોતિષ શાસ્ત્ર

શું તમારા પર્સમાં પૈસા નથી રહેતા..?? તો કરો આ સચોટ ઉપાય, ટકવા લાગશે પૈસા

આજના સમયે પૈસા લોકોની સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. બધાને એક જ સમસ્યા નડે છે કે પૈસા આવે તો છે પણ આપણી પાસે ટકતા નથી. ઘણીવાર એવું બને છે કે ખર્ચા ખૂબ વધી જાય છે. કેમ લક્ષ્મી આપણી પાસે ટકતી નથી ? કહેવાય છે લક્ષ્મી ચંચળ છે. પરંતુ આપણા પર્સમાં લક્ષ્મી રહેવી ખૂબ જરૂરી છે. તમારા પર્સમાં લક્ષ્મી રહેતી નથી તો કરો આ સચોટ ઉપાય.ઘણા લોકો પૈસા આવતાની સાથે જ, ખર્ચા કરવા માંડે છે. તને લાગે છે કે પૈસા હંમેશા માટે તેમની પાસે જ છે. પરંતુ પૈસાને સાચવવા પણ એક કળા છે. ચાલો જોઈએ આ ઉપાય.

1. ઘઉં દળાવતા પહેલા કરો આ ઉપાય –ઘઉને દળાવતા પહેલા, તુલસીના 11 પતા, કેસરના બે પત્તા, અને થોડા કાળા ચણા ઉમેરીને, ઘઉં દળવા. અને આ લોટની પહેલી રોટલી ગાયને ખવડાવી. ઘઉંને શનિવારે દળાવવા. અને આ ઉપાય શનિવાર અને સોમવારે થઈ શકે છે.

2. કૂતરાને રોટલી ખવડાવવી –પૈસા તમારી પાસે રહેતા નથી, તો પછી તમારે પહેલી રોટલી ગાયને, અને છેલ્લી રોટલી સરસવનું તેલ લગાવીને કૂતરાને ખવડાવવી જોઈએ. તેનાથી ધનસંચયનો પ્રશ્ન હલ થશે.

3. મા લક્ષ્મીની પૂજા –લક્ષ્મી માતાનું પૂજન ખૂબ જ જરૂરી છે, એક લાલ કલર રેશમી કાપડમાં ચોખાના 21 દાણા લો. તેમજ કોઈ પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. મા લક્ષ્મીની પૂજા કરવી, તે સમયે આ ચોખા લાલ કપડામાં સાથે રાખવા. પૂજા પૂરી થયા પછી તે ચોખા તમારા પર્સમાં રાખી લો. આમ કરવાથી થોડા જ દિવસમાં તમારી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

4. પર્સમાં ખાવા-પીવાનો સામાન કે દવા ન રાખો – પર્સમાં ખાવા-પીવાનો સામાન અને દવા રાખવાથી નેગેટિવિટી આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા પર્સમાં પૈસા ન ટકતા હોય તો મા લક્ષ્મી દેવી નો ફોટો રાખો. એનાથી પૈસા સંબંધિત પ્રોબ્લેમ થશે.

5. સિક્કા –સોના કે ચાંદીના સિક્કાને લાલ કલરમાં કપડામાં રાખીને તેને માટીના વાસણમાં રાખો. માટીના વાસણમાં ચોખા અને ઘઉં રાખી દો. તેના ઉપર લાલ કપડામાં બાંધેલા સોના-ચાંદીના સિક્કા નાખી દો. તમને પૈસાની સમસ્યા દૂર થઈ જશે.
મા લક્ષ્મી ઉપર શ્રદ્ધા રાખો, અને કર્મમાં વિશ્વાસ રાખો. પૈસા ક્યારે પણ તમારી પાસે ખાલી નહીં થાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks