ખબર

નવરાત્રીની પર દાંડિયાની મોજમાં આ ભુલ ન કરી બેસતા નહિતર 750 અને 1000 નો દંડ ફટકારાશે- જાણો વિગત

નવરાત્રી આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહયા છે, ત્યારે આ વખતે ગરબા આયોજકો સાથે પોલીસ કડક વલણ અપનાવશે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત કે બીજી આવી જ ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમને તૈનાત કરવામાં આવશે. સાથે જ આયોજકોને પાર્કિંગ, ફાયર સેફ્ટીની સાથે જ સીસીટીવીની ફરજીયાત સુવિધા રાખવાની સૂચના પણ આપવામાં આવી છે, આ સુવિધાઓ વગર આયોજકોને મંજૂરી નહિ મળે.

Image Source

આ વર્ષે ગરબા આયોજકોની જવાબદારી માત્ર ગરબા રમવા આવનાર એક જોવા આવનાર લોકોના વાહનોના પાર્કિંગ માટેની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે, જો ગરબાના સ્થળની બહાર રોડ પર કોઈને પણ અડચણ રૂપ વાહન પાર્ક હશે તો તેની જવાબદારી આયોજકોની ગણાશે. જો ત્યાંના રોડ પર આડેધડ પાર્કિંગ કર્યું હશે અને ટ્રાફિક જામ થશે તો એ આયોજકની ગરબાની મજૂરી રદ કરી દેવામાં આવશે, અને તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે.

Image Source

ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો ટો કરવા માટે પણ 62 ક્રેન શહેરમાં ફરતી રાખવામાં આવશે. આ તમામ ક્રેન્સ એસજી હાઇવે, એસપી રિંગરોડ, અને બીજા સ્થળોએ ફરશે. જો કોઈ વાહન અડચણ રૂપ પાર્ક કર્યું હશે તો તેને તરત જ ટો કરી લેવાશે. જો રાતે વાહન ટો થશે તો ટુ-વ્હીલર માટે 750 રૂપિયા અને કાર માટે 1 હજાર રૂપિયાનો દંડ થશે.

Image Source

સાથે જ ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અમુક રસ્તાઓ પર વચ્ચેના કટ બંધ કરી દેવામાં આવશે. આ સિવાય ટ્રાફિક પોલીસના જવાનો રાતના સમયે પણ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિકનું નિયમન કરશે. ટ્રાફિકના નિયમોનું નવરાત્રી દરમ્યાન કડક પાલન કરવામાં આવશે. જેથી તેમને શહેરીજનોને પણ અપીલ કરી છે કે રાતે પણ તેઓ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.