આશ્રમ શો ના સંસ્કારી સાધ્વી માતાએ એવો ડાન્સ કર્યો કે બાબા નિરાલા પણ ઘાયલ થઇ જશે- જુઓ

આશ્રમની સાધ્વી માતાનો ડાન્સ જોઈને બાબા નિરાલા પણ મન મોહિત થઇ જશે- જુઓ ડાન્સમાં દેખાડ્યા બોલ્ડ મૂવ્સ

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ રિલીઝ થયા બાદથી સતત હેડલાઇન્સમાં રહી છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝના દરેક કલાકાર અને દરેક પાત્રને લોકોએ પસંદ કર્યું છે. આશ્રમમાં ‘સાધ્વી માતા’નું પાત્ર ભજવતી અભિનેત્રી પરિણીતા શેઠ ઘણી ચર્ચામાં રહે છે. પરિણીતા શેઠ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.

અવાર નવાર પરિણીતા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. પરિણીતાએ થોડા સમય પહેલા વીડિયો શેર કર્યો છે જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો.

આશ્રમની સાધ્વી માતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બિંદાસ અંદાજમાં કમર મટકાવતી નજર આવી રહી છે. પરિણીતા ‘ટચ ઇટ’ ગીત પર ઝૂમતી જોવા જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પરિણીતાએ પિંક કલરનું આઉટફિટ પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.

સાથે પરિણીતાએ ચશ્મા પણ પહેર્યા છે જે તેના લુકને વધારે સુંદર બનાવીરહ્યા છે. વીડિયોમાં પરિણીતા કમર મટકાવતી જોવા મળી રહી છે અને ફ્લાઈંગ કિસ પણ આપી રહી છે. ચાહકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. લોકો દિલ ખોલીને વીડિયોને લાઈક કરી રહ્યા છે.

‘સાધ્વી માતા’નો આ અવતાર લોકોએ ખૂબ પસંદ આવી રહ્યો છે. સિરીઝમાં સાડી પહેરેલી પરિણીતા વીડિયોમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આશ્રમમાં પરિણીતા અને બાબા નિરાલાનું બોન્ડિંગ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પરિણીતા ‘મધુસૂદન ઘી’, ‘પંચશીલ ટાવર્સ’, ‘યુરેકા ફોર્બ્સ વેક્યુમ ક્લીનર’ વગેરે જેવી ઘણી બધી વિજ્ઞાપન ફિલ્મોમાં જોવા મળી છે. તેણે સ્ટાર વન પર પ્રસારિત થયેલા ‘દિલ ક્યા ચાહતા હૈ’માં અભિનય કર્યો હતો. સાથે જ તેણે CIDમાં સબ ઈન્સ્પેક્ટર ‘કાવેરી’ તરીકે થોડા વર્ષો કામ કરેલું પણ છે. પરિણીતાએ ‘હમ તુમ’ સહિત બોલીવુડની ફિલ્મોમાં પણ નાનકડી ભૂમિકા ભજવી છે.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

Patel Meet