ફિલ્મી દુનિયા

મોટો ખુલાસો, આ પ્રખ્યાત અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ના પાડી હતી, નામ જાણીને ચોંકી ઉઠશો

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના આવસાન બાદ તેના વિશેના ઘણા ખુલાસો સામે આવી રહ્યા છે. તેની હત્યા થઇ હતી કે આત્મહત્યા તેના વિશેનું રહસ્ય તો હજુ અકબંધ છે પરંતુ ફિલ્મોમાં તેને કામને લઈને પણ ઘણા ખુલાસો થયા છે. હાલમાં જ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે મોટો ખુલાસો કરતા એક પ્રખ્યાત અભિનેત્રીએ સુશાંત સાથે કામ કરવાની ના પાડી હતી તેમ જણાવ્યું છે.

Image Source

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે એક પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે “વર્ષ 2014માં આવેલી ફિલ્મ “હસી તો ફસી” માટે સુશાંત સિંહ રાજપુતનું નામ લેવામાં આવ્યું હતું. એ સમયે તે ફિલ્મ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યા હતા. ત્યારબાદ આ ફિલ્મને લઈને અભિનેત્રી પરિણીત ચોપડા સાથે વાત કરવામાં આવી હતી.”

Image Source

અનુરાગ કશ્યપે આગળ જણાવ્યું કે: “પરંતુ એ સમયે પરિણીતીએ સુશાંતનુ નામ લઈને કહ્યું હતું કે તે ટીવી અભિનેતા સાથે કામ કરવા નથી માંગતી. પરંતુ મેં તેને જણાવ્યું કે સુશાંત ફક્ત ટીવી અભિનેતા નથી તેને “પીકે” અને “કાઈ પો છે” જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.”

Image Source

અનુરાગે આપેલા આ ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું હતું કે “પરિણીતી ચોપડાએ મને ના પાડી દીધી પરંતુ તે પહેલેથી જ ફિલ્મ “શુદ્ધ દેસી રોમાન્સ”માં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી રહી હતી. પરિણીતી YRF પાસે ગઈ અને તેમને વાત કરી ત્યારબાદ યશરાજ ફિલ્મે સુશાંતને બોલાવ્યો અને “શુદ્ધ દેશી રોમાન્સ”માં કામ કરવાઈ ઓફર આપી. ત્યારબાદ સુશાંતે આમારી સાથે કોઈ સંપર્ક કર્યો નહીં. સુશાંતને YRF ફિલ્મમાં કામ કરવાની ઓફર વધારે સારી લાગી.”

Image Source

આ બંને ફિલ્મોમાં પરિણીતીએ મહત્વની ભૂમિકા નિભાવી છે. જ્યાં તેને “હસી તો ફસી”માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કર્યો તો “શુદ્ધ દેશી રોમાન્સ”માં પરિણીતી અને સુશાંતની જોડીને પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

Image Source

અનુરાગે હાલમાં જ સુશાંતના મેનેજર સાથે થયેલી વોટ્સએપ ચેટ શેર કરી હતી. જેમાં તેમને કહ્યું હતું કે તે સુશાંત સાથે કામ કરવા નથી માંગતો, કારણ કે તે સમસ્યા પેદા કરે છે. અનુરાગે તેના વિશે ટ્વીટ કરીને પણ કહ્યું હતું કે: “મને દુઃખ છે કે હું આવું કરી રહ્યો છું, પરંતુ આ ચેટ તેના નિધનના ત્રણ અઠવાડિયા પહેલાની છે. ”

આ અહેવાલો વચ્ચે હિન્દુસ્તાન ટાઈમ્સને અનુરાગે આપેલો એક ઈન્ટરવ્યુ હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અભિનેતા વિશે વાત કરે છે. આ ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે ખુલાસો કર્યો હતો કે એવું તે કયું કારણ હતું કે ‘હંસી તો ફંસી’ ફિલ્મમાં તેઓ સુશાંત સાથે કામ કરી શક્યા નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.