આખરે સામે આવી જ ગયું પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોનું રહસ્ય, અભિનેત્રીએ તોડ્યું મૌન, જુઓ શું કહ્યું

બોલીવુડના સેલેબ્સના લગ્ન અને તેમના અફેરની ખબરો સતત સામે આવતી રહે છે. છેલ્લા થોડા સમયથી એક નામ ખુબ જ ચર્ચામાં છે અને તે નામ છે અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાનું. જેમને ઘણીવાર સાથે પણ સ્પોટ કરવામાં આવ્યા છે, સાથે જ ઘણા લોકોએ તે બંને લગ્ન કરવાના છે તેની પણ પુષ્ટિ કરી દીધી હતી. તો કેટલાક બંનેની સગાઈ થઇ ગઈ છે તેમ પણ જણાવી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી આ બાબતે પરિણીતી કે રાઘવ બંનેમાંથી કોઈનું અધિકારીક નિવેદન સામે આવ્યું નહોતું.

હાલમાં જ પરિણીતીના હાથમાં એક વીંટી જોવા મળી હતી, જેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે બંનેએ તેમના સંબંધોને એક પગલું આગળ લઈ લીધું છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ અત્યાર સુધી પોતાના સંબંધો વિશે વાત કરી ન હતી. ઘણા સમયથી ચાહકો બંનેના જવાબની રાહ જોઈ રહ્યા હતા. આખરે પરિણીતીએ ચાહકોની રાહનો અંત લાવીને પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું છે કે જ્યારે તેને યોગ્ય લાગશે ત્યારે તે આ અફવાઓનો જવાબ આપશે.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથેના તેના ચાલી રહેલા સંબંધોની અફવાઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “મારા જીવન વિશે જે વસ્તુઓ થઈ રહી છે તે કેટલીકવાર ખૂબ જ અંગત અને અપમાનજનક લાગે છે. એક સીમા રેખા ઓળંગવામાં આવી રહી છે. જો કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે, અને મને લાગે છે કે તે જરૂરી નથી, તો હું તેને દૂર કરીશ નહીં.”

પરિણીતીનું કહેવું છે કે જો કોઈ જરૂર ન હોય તો તે આ વિષય પર વધુ ટિપ્પણી કરશે નહીં. અભિનેત્રીના આ જવાબોએ ચાહકોને વધુ મૂંઝવણમાં મૂકી દીધા છે. તેની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે તે આ બાબતે અત્યારે વાત કરવા માંગતી નથી. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પરિણીતી અને રાઘવ ટૂંક સમયમાં જ તેમના સંબંધોને ઓફિશિયલ કરી શકે છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બંનેનો તેમના સંબંધને ઓફિશિયલ કરવાનો કોઈ પ્લાન નથી.

પ્રિયંકા ચોપડા થોડા સમય પહેલા તેના પરિવાર સાથે ભારત આવી હતી. તે સમયે પણ એવી અટકળો હતી કે તે પરિણીતી અને રાઘવની સગાઈ અથવા રોકા સેરેમની માટે ભારત આવી હશે. સિંગર હાર્ડી સંધુ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ રાઘવ અને પરિણીતીના સંબંધો વિશે સંકેતો આપ્યા હતા. અત્યારે બંને પોતપોતાનું તમામ ધ્યાન પોતાના કામ પર કેન્દ્રિત કરી રહ્યા છે.

Niraj Patel