લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહેલા પરિણીતી અને રાઘવ બોટમાં પહોંચ્યા હોટલ સુધી, તસવીરો થઇ વાયરલ, જુઓ

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા લગ્ન : બોટ રાઈડથી લઈને હોટલ સુધીની અંદરની તસવીરો થઇ વાયરલ

Parineeti Raghavan wedding inside pictures : બોલીવુડની ખૂબ જ ખ્યાતનામ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા હવે લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ કપલ ઉદયપુરમાં એક ભવ્ય સંભારંભમાં પંજાબી રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવાના છે, ત્યારે તેમના ચાહકોની નજર પણ આ કપલ પર છે અને તેમના લગ્નને લઈને ખુબ જ ઉત્સુક પણ જોવા મળી રહ્યા છે, સાથે જ તેમના લગ્નમાંથી સામે આવતી એક એક અપડેટ પર પણ તે નજર રાખીને બેઠા છે, ત્યારે હાલ કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેમના લગ્ન સ્થળ પર પહોંચવા માટે બોટનો સુંદર નજરો જોઈ શકાય છે.

મિત્રો અને પરિવારજનો પહોંચ્યા લગ્ન સ્થળ પર :

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરવા માટે તૈયાર છે, જેના માટે વર-કન્યા, તેમના પરિવાર અને કેટલાક ખાસ મિત્રો લગ્ન સ્થળે સતત પ્રવેશતા જોવા મળે છે. આ દરમિયાન શુક્રવારે મહેંદી સેરેમની પણ થઈ હતી, જેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. દરમિયાન, રાઘવ ચઢ્ઢાના સંબંધી ફેશન ડિઝાઈનર પવન સચદેવાએ ચાહકોને લગ્ન પહેલા લગ્ન સ્થળની અંદરની ઝલક બતાવી છે.

બોટમાંથી સુંદર નજારો દેખાયો :

તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ મુવમેન્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં પરિણીતી ચોપરાનો પરિવાર પણ આ તસવીરોમાં જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પવન સચદેવા જે ફેશન ડિઝાઈનર છે. તેણે રાઘવના ખાસ દિવસ માટે આઉટફિટ્સ ડિઝાઇન કર્યા છે. પવન સચદેવાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કરી છે, જેમાં પરિણીતી અને રાઘવના લગ્નની કેટલીક ઝલક જોવા મળી.

ફેશન ડિઝાઇનરે શેર કર્યો વીડિયો :

ડિઝાઇનર દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મહેમાનો એક લક્ઝરી બોટની અંદર બેઠેલા જોઈ શકાય છે, જેમાં મહેમાનોને એક હોટલથી બીજી હોટેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પરિણીતી ચોપરાના માતા-પિતા પવન ચોપરા અને રીના ચોપરા પણ એક જ રીલમાં જોવા મળે છે. અન્ય વિડિયોમાં પરિણીતીનો ભાઈ સહજ ચોપરા ફોન પર વાત કરતા જોઈ શકાય છે કારણ કે કેમેરા આસપાસના કુદરતી સૌંદર્યને કેદ કરે છે. આ સિવાય હોટલની સુંદરતાની ઝલક પણ જોઈ શકાય છે.

Niraj Patel