પરિણીતી ચોપરાએ લંડનમાં લગાવ્યો વેક્સિનનો પહેલો ડોઝ અને પછી થઇ ગઈ આવી હાલત, બહેન પ્રિયન્કાએ લીધેલી તસવીરો થઇ વાયરલ

કોરોનાથી બચવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ વેક્સિન લઇ રહ્યા છે, ત્યારે હવે આ લિસ્ટમાં પરિણીતી ચોપરા પણ આવી ગઈ છે. પરિણીતીએ લંડનમાં કોરોનાથી બચવા માટે ફાઉઝર વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. જેની જાણકારી સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કરીને આપવામાં આવી છે.

પરનિટીની તસ્વીરને તેની બહેન પ્રિયંકા ચોપરાએ ક્લિક કરી છે. જેને પરિણીતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ તસ્વીર શેર કરવાની સાથે પરિણીતીએ એ પણ જણાવ્યું છે કે વેક્સિન લીધા બાદ તેની હાલત કેવી થઇ છે.

પરિણીતીએ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે, “અહીંયા રસી લગાવી લીધી છે. કેટલીક તસવીરો ક્લિક કરી છે. ફરી હકીકતથી સામનો થયો. #Pfizer #London” આ સાથે તેને ફોટો ક્રેડિટમાં પ્રિયંકાનું નામ લખ્યું છે.

પરિણીતીએ 3 તસવીરો શેર કરી છે. જેમાં 2 તસ્વીરોની અંદર તેના હાથમાં એ જગ્યાએ પટ્ટી લગાવવામાં આવી છે જ્યાં તેને વેક્સિન લીધી છે. બીજી એક તસ્વીરમાં તે હાથની અંદર પાણીની બેગ લઈને શેક કરતી નજર આવી રહી છે. જેનાથી સ્પષ્ટ થઇ શકે છે કે રસી લીધા બાદ પરિણીતીના હાથમાં ખુબ જ દુ:ખાવો થઇ રહ્યો છે.

પરિણીતી વેક્સિન લેવા બાબતે ટ્રોલ પણ થઇ હતી. ઘણા યુઝર્સ દ્વારા તેને કોમેન્ટમાં ટ્રોલ પણ કરવામાં આવી છે. એક યુઝર્સ દ્વારા કહેવામા આવ્યું કે “અભિનય ભારતમાં અને વેક્સિન લંડનમાં? ” તો બીજા એક યુઝર્સનું એમ પણ કહેવું છે કે “શું ભારતની વેક્સિન ઉપર તમને ભરોસો નથી ?”

પરિણીતી ચોપરાના વરકફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ રણબીર કપૂર અને અનિલ કપૂર સાથે “એનિમલ”માં જોવા મળશે. એના પહેલા હાલમાં જ તેની “સંદીપ ઔર પિંકી ફરાર”, “ધ ગર્લ ઓન ધ ટ્રેન” અને “સાઈના” ફિલ્મ રિલીઝ થઇ છે.

Niraj Patel