પરિણીતિ ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મને લઇને ઘણી વ્યસ્ત છે. તેવામાં પરિણીતિ ચોપરાની તાજેતરની તસવીર સામે આવી છે, આ તસવીરને લોકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરિણીતિ ચોપરાએ હાલમાં જ નવું ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીની તસવીર તો દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેમસ છે. તેમના બધા વર્ષના કેલેન્ડરની સૌ કોઇ રાહ જુએ છે. ડબ્બુ રત્નાનીના કેલેન્ડરમાં સની લિયોની, ક્રિતી સેનનથી લઇને કિયારા અડવાણી સુધી ફોટોશૂટ કરાવી ચૂક્યા છે.

હવે આ લિસ્ટમાં બોલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરાનું નામ પણ સામેેલ થઇ ગયુ છે. હાલમાં જ પરિણીતિ ચોપરાની ફિલ્મ “સાઇના” રીલિઝ થઇ છે. આ ફિલ્મમાં પરિણીતિના અભિનયના બધા કાયલ થઇ ગયા છે. પહેલા દિવસે આ ફિલ્મે લગભગ 25 લાખનું કલેક્શન કર્યુ છે. આ વચ્ચે પરિણીતિએ થઇને હોટનેસનો તડકો લગાવ્યો છે.

પરિણીતિ ચોપરાની આ તસવીર ઘણી ક્રિએટીવ છે. તસવીરમાં તે એક વેગનમાં બેઠેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, તે વર્ષ 2019માં છેલ્લે પડદા પર અક્ષય કુમાર સાથે ફિલ્મ “કેસરી”માં જોવા મળી હતી. તેમાં તેણે સ્પેશિયલ અપીયરેંસ આપ્યો હતો. જયારે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ “જબરિયાા જોડી”માં જોવા મળી હતી.
View this post on Instagram
હાલમાં જ પરિણીતિ ચોપરાએ બોડી શેમિંગ પર પોતાની વાત રાખી હતી. તેણે કહ્યુ કે, કરિયરના શરૂઆતમાં તેના વધારેે વજનના કારણે તેને ઘણી આલોચના સહન કરવી પડી હતી. બોડી શેમિંગ ધરતીની સૌથી હાસ્યાસ્પદ વસ્તુ છે. બધાએ ફીટ રહેવાની કોશિશ કરવી જોઇએ, ના તો પતલા થવાની…

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીએ ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ તસવીરમાં કિયારા થઇને એક પત્તાની પાછળ ઊભી હતી. આ ઉપરાંત પણ ઘણી અભિનેત્રીઓ થઇને તસવીર ક્લિક કરાવી ચૂકી છે.