અભિનેત્રી પરિનીતી ચોપરાએ વર્ષ 2011 માં રણવીર સિંહ સાથેની ફિલ્મ ‘લેડીઝ વર્સીઝ રિકી બહલ’ દ્વારા પોતાના ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મમાં તે કઈ ખાસ કિરદારમાં ન હતી, પરિનીતીની પહેલી સુપર હિટ ફિલ્મ ‘ઇશકઝાદે’ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા અર્જુન કપૂર ખાસ કિરદારમાં હતા.
એવામાં ઘણા સમય પહેલા એક ઇવેન્ટમાં પહોંચેલી પરિનીતી ચોપરાએ સ્કૂલના સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેને જાણીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. પરિનીતીએ કહ્યું કે તે સમયે તે પોતાના માતા-પિતાને નફરત પણ કરવા લાગી હતી.
View this post on Instagram
This might have been another dress I kept after the shoot not confirming. 👀 🏴
પરિનીતીએ કહ્યું કે,”હું સાઇકલથી સ્કૂલ જતી હતી કેમ કે અમારી પાસે કાર ખરીદવાના પૈસા ન હતા. મને કોઈ છોકરાઓ હેરાન ન કરે તેના માટે અમુક અંતરે મારા પપ્પા પણ પોતાની સાઇકલ લઈને આવતા હતા. ત્યારે મોટાભાગે છોકરાઓ મને હેરાન કરતા રહેતા હતા. પપ્પાના ચાલ્યા જવા પર છોકરાઓ મારી પાછળ લાગી જતા હતા.”

પરિનીતીએ આગળ કહ્યું કે,”છોકરાઓ મને હેરાન-પરેશાન કરતા કરતા હતા અને મારી સાથે ચાલતા હતા, આ સિવાય તેઓ મારું સ્કર્ટ ઉઠાવવાની પણ કોશિશ કરતા હતા. એવામાં મને મારા માતા-પિતાથી નફરત થઇ ગઈ હતી કે તેઓ મને સાઇલકથી શાળાએ શા માટે મોકલે છે? એવામાં મારા-પિતાનો જવાબ હતો કે તેઓ મને સ્ટ્રોંગ બનાવવા માટે આવું કરી રહ્યા છે.”

આ ઇવેન્ટમાં પરિનીતીની સાથે સાથે અભિનેતા અક્ષય કુમાર પણ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટ ‘વુમેન સેલ્ફ ડિફેન્સ ગ્રેજ્યુએશન ડે’ માટે હતું. પરિનીતીએ અક્ષયના વખાણ કરતા પણ કહ્યું કે,”મને ખુશી છે કે અક્ષય સર તમને લોકોને સેલ્ફ ડીફેસન્સ શીખવવા માટેના પૈસા નથી લેતા અને ન તો તેના માટે તમારે કોઈ યુનિફોર્મ પહેરવાની જરૂર છે. આજે તમારા બધા પાસે તે સુવિધાઓ છે જે એક સમયે મારી પાસે ન હતી.”

પરિનીતીએ આગળ કહ્યું કે,”જો તમને પણ આવી કોઈ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે તો મોં પર જ મુક્કો મારી દેવાનો.” જણાવી દઈએ કે ફિલ્મોમાં કામ કરવાના પહેલા પરિનીતી વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની નોકરી કરતી હતી. પણ 2009 માં આવેલી આર્થિક મંદીને લીધે તે ભારત આવી અને તેના પછી યશરાજ ફિલ્મ્સમાં કામ કર્યું.
View this post on Instagram
I bought this outfit after the photoshoot, I won’t lie 🤣🌹💃#EasiestShoppingEver 📸 @ashiq_mk
એક સમયે પરિનીતી જંક ફૂડ ખાવાની ખુબ જ શોખીન હતી. ફિલ્મોમાં કામ કરવા માટે પરિનીતીએ 28 કિલો વજન ઘટાડ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં પરિનીતીએ એવું પણ કહ્યું હતું કે તે અભિનેતા સૈફ અલી ખાન પ્રત્યે ખુબ જ ક્રેઝી હતી. એક સમયે તો તે એક જાહેરાતના ચિપ્સનું પેકેટ પણ જમા કરતી હતી કેમ કે તેના પર સૈફની તસ્વીર લાગેલી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.