શું સાચે જ પરિણીતી ચોપરાની સાંસદ સાથે સગાઈ નક્કી થવાની છે ? સગાઈને લઈને પૂછ્યો સવાલ તો શરમાઈને આપ્યો એવો જવાબ કે… જુઓ વીડિયો

સગાઈનું નામ આવતા જ શરમથી પાણી પાણી થઇ ગઈ પરિણીતી ચોપરા, પેપરાજીએ પૂછ્યો એવો સવાલ કે… જુઓ વીડિયો

ફિલ્મી કલાકારોના લગ્ન અને સગાઈને લઈને ઘણીવાર સોશિયલ મીડિયામાં વાતો થતી હોય છે. સેલેબ્સ કોઈ સાથે ડેટ પર સ્પોટ થવાની સાથે જ તેમની વચ્ચે જોડાણના એંધાણ પણ ચાહકોને આવી જતા હોય છે અને ઘણીવાર આ વાતો સાચી પણ પડતી હોય છે. ત્યારે હાલ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈને ચર્ચાનો માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તાજેતરમાં એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારથી મીડિયામાં એવા અહેવાલો છે કે અભિનેત્રી અને નેતા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એટલું જ નહીં, એવા પણ સમાચાર છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. હવે અભિનેત્રીએ પોતે સગાઈના સમાચાર અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવાને લઈને શરમાતી જોવા મળી રહી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પરિણીતી ચોપરાનો આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોઈ શકાય છે. આ દરમિયાન પેપરાજીએ પરિણીતી ચોપરા સાથેના લગ્ન અંગે સવાલ ઉઠાવતા કહ્યું, ‘મૅડમ, જે સમાચાર આવી રહ્યા છે, શું તે કન્ફર્મ છે?

પેપરાજીના સવાલના આ જવાબમાં મૌન રહીને પરિણીતી ચોપરા પોતાનો ચહેરો બાજુ પર ફેરવે છે અને શરમાવા લાગે છે. આ પછી, તે શરમાઈને પેપરાજીનો આભાર માની રહી છે. પરિણીતી ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ કરીને પણ તમારો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પરિણીતી અને રાઘવનો ફોટો શેર કરીને ટ્વિટર પર તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, “હું પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમના યુનિયન પ્રેમ, સુખ અને સાથીદારીનો આશીર્વાદ મળે. મારા ઘણા અભિનંદન.” ત્યારથી અભિનેત્રીના ચાહકો અભિનેત્રી લગ્ન માટે તેને અભિનંદન આપી રહ્યા છે.

Niraj Patel